Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rose Day - આવો જાણીએ દરેક રંગના ગુલાબ પાછળ છુપાયેલો મતલબ

સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (00:24 IST)
આજે ૭ ફેબ્રુઆરીએ વિશ્વભરમાં રોઝ ડે મનાવવામાં આવી રહ્યો છે. વિશ્વમાં 'રોઝ ડે ' Rose Day ના દિવસે પોતાની મનગમતી વ્યક્તિને ગુલાબનું પુષ્પ ભેટ આપવામાં આવે છે. મનગમતી વ્યક્તિ પ્રત્યે મનની લાગણી વ્યક્ત કરવાનો આ સર્વ શ્રેષ્ઠ દિવસ છે. વિવિધ રંગમાં ઉપલબ્ધ ગુલાબ અલગ અલગ સંબંધોને માટે વાપરવામાં આવે છે. લેટિન શબ્દ રોઝ ઉપરથી રોઝ Rose શબ્દ આવ્યો છે. જેને ગુજરાતીમાં ગુલાબ તરીકે આપણે ઓળખીએ છીએ. પુષ્પોની રાજા તરીકે ગુલાબની ઓળખ થાય છે. વિશ્વના ઘણા ભાગોમાં જંગલી ગુલાબ 
 
ઊગતા જોવા મળે છે. તો આવો જાણીએ શું છે રોઝ ડે પર દરેક રંગના ગુલાબ પાછળ છુપાયેલ એક મતલબ
.રેડ Red Rose 
- વ્યક્તિ પ્રત્યે પ્યાર વ્યક્ત કરવાનો સરળ રસ્તો મનાય છે. કોઈ વ્યક્તિ પ્રત્યે માન વ્યક્ત કરવું, પ્રશંસા કરવા કે નિષ્ઠા દર્શાવવા માટે લાલ ગુલાબ આપવામાં આવે છે. ૧૨ ગુલાબનો ગુચ્છ ભેટ આપવામાં આવે ત્યારે તેની પાછળ પ્યારનો એકરાર છુપાયેલ છે.
 
વ્હાઈટ White - શાંતિ અને સુલેહનું પ્રતીક ગણવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મમાં નવોઢા ચર્ચમાં પરણવા જાય ત્યારે સફેદ ગુલાબનો ગુલદસ્તો હાથમાં રાખે છે. મનદુ:ખ થયું હોય, વર્ષોથી અબોલા હોય કે ભૂલની માફી માગવા સફેદ ગુલાબ ભેટ આપીને મિત્રતાનો હાથ લંબાવવામાં આવે છે.
 
પર્પલ Purple - પહેલી નજરે જોતાં જ કોઈ ગમી જાય (લવ એટ ફર્સ્ટ સાઈટ) તેવી વ્યક્તિની પાસે પ્યારનો એકરાર કરવા માટે જાંબલી ગુલાબ આપવાનો રિવાજ છે.
 
 
ઓરેંજ
- પીળું ગુલાબ સૂરજની રોશનીનું પ્રતીક ગણાય છે. તો ઓરેંજ ગુલાબ અગ્નિના પ્રકાશનું પ્રતીક ગણવામાં આવે છે. કોઈના પ્રત્યે આકર્ષણ વ્યક્ત કરવા માટે ભેટ આપવામાં 
 
આવે છે.
 
બ્લૂ Blue- - જ્યારે કોઈ વ્યક્તિનો પ્યાર એક તરફી હોય ત્યારે 'હું તને મેળવી શકતો નથી, પણ તારા વિચારો કરવાનું પણ હું છોડી શકતો નથી'. તેમ દર્શાવવા માટે ભૂરા ગુલાબની ભેટ આપવામાં આવે છે.
rose ગ્રીન Green - એકબીજા પ્રત્યે સંવાદિતા, શાંતિ દર્શાવવા, ઝડપી સ્વાસ્થ્યના સુધારા માટે લીલા ગુલાબનો ગુલદસ્તો આપવામાં આવે છે.
 
પિંક-Pink  - ગુલાબી ગુલાબમાં વિવિધ રંગ જોવા મળે છે, જીવનમાં ઉત્સાહ અને પ્રિય વ્યક્તિની ખુશી માટે આપવામાં આવે છે.
 
યલો Yellow - - મિત્રતા દર્શાવવાનો અને મિત્રતાને મજબૂત બનાવવા માટે આપવામાં આવે છે. પીળું ગુલાબ વિપુલતા અને સમૃદ્ધિનું પ્રતીક ગણાય છે.
 
બ્લેક Black - જ્યારે સંબંધો કપાઈ જાય તેવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે કાળા ગુલાબ ભેટ આપવામાં આવે છે. કલરિંગ રંગબેરંગી ગુલાબનો ગુલદસ્તો આપવાથી વિવિધ 
 
લાગણીઓનું મિશ્રણ દર્શાવવામાં આવે છે.

વધુ જુઓ..

બિહાર સહિત 12 રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિત આ વિસ્તારોમાં ભારે ગરમી પડશે.

IND A vs AFG A Highlights: ઈંડિયા A એ અફગાનિસ્તાન A ને હરાવ્યુ, 101 રનથી જીતી કરો યા મરો મેચ

"ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ કરારની ખાતરી નથી," ડોનાલ્ડ ટ્રમ્પે પાછું વળ્યું

Ather EL01 બજાજ ચેતક અને TVS iQubeને ટક્કર આપવા આવી રહી છે! ₹1 લાખથી ઓછી કિંમતે મળશે ટચસ્ક્રીન ડિસ્પ્લે અને વોઇસ કમાન્ડ જેવી પ્રીમિયમ સુવિધાઓ

પતિ સાથે મસૂરી ફરવા ગઈ સોફ્ટવેયર એંજિનિયર પત્નીનુ મોત, રાત્રે બંને પીધો હતો દારૂ, 6 મહિના પહેલા થયા હતા લગ્ન

વધુ જુઓ..

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

Aaj Nu panchang - આજનુ પંચાગ -17 જૂન 2026

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

આગળનો લેખ
Show comments