Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત હોમ ડિપાર્ટમેન્ટનો મોટો નિર્ણય: 10 સિનિયર અને યુવા પોલીસ અધિકારીઓની બદલી-નિમણૂક

Updated: શનિવાર, 19 સપ્ટેમ્બર 2026 (09:27 IST)
gujarat police
Gandhinagar News: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર અને નવી નિમણૂકો ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે પોલીસ બેડામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિર્ણય અંતર્ગત કુલ 10 પોલીસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો બહાર પાડવામાં આવ્યા છે, જેમાં 4 નવા IPS અધિકારીઓની નિમણૂક અને 6 SPS (રાજ્ય પોલીસ સેવા) ના અધિકારીઓની બદલીનો સમાવેશ થાય છે.
ALSO READ: Gen Z ને બોલ્યા મોહન ભાગવત... કારણ કે યુવા ધર્મની વાત નથી કરતા
 
4 યુવા IPS અધિકારીઓને ASP તરીકે સ્વતંત્ર ચાર્જ વર્ષ 2023 અને 2024 ની બેચના 4 યુવા IPS અધિકારીઓને પ્રોબેશન પૂર્ણ કર્યા બાદ પ્રથમ વખત સ્વતંત્ર આસિસ્ટન્ટ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ (ASP) તરીકે મહત્વની જવાબદારી સોંપાઈ છે.
 
- માનસી આર. મીના: વિરમગામ (અમદાવાદ)
- મૌસમ મહેતા: દિયોદર (વાવ-થરાદ)
- પ્રખર કુમાર: ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
- કરણકુમાર પન્ના: લીમખેડા (દાહોદ)
 

6 સિનિયર SPS અધિકારીઓની SRPF ગ્રુપમાં બદલી 

બઢતી મળ્યા બાદ જે સિનિયર SPS અધિકારીઓનું પોસ્ટિંગ બાકી હતું, તેવા 6 અધિકારીઓને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) ના વિવિધ ગ્રુપમાં કમાન્ડન્ટ અને એક્સ-કેડરની જગ્યાઓ પર નવી નિમણૂકો આપવામાં આવી છે. ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંજીવ કુમારની સહીથી રાજ્યપાલના નામે આ અંગેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
 

SRPF ના નવા નિયુક્ત કમાન્ડન્ટ્સની વિગત નવા આદેશ મુજબ

 
 બદલી પામેલા સિનિયર અધિકારીઓની યાદી નીચે મુજબ છે:
- જે.આઈ. વસાવ: SRPF ગ્રુપ 9, વડોદરા (અગાઉ વડોદરા ટ્રાફિક DCP)
- ડી.એમ. ચૌહાણ: SRPF ગ્રુપ 3, મડાણા - બનાસકાંઠા (અગાઉ વિસનગર)
- પ્રકાશકુમાર રાવલ: SRPF ગ્રુપ 4, પાવડી - દાહોદ

ALSO READ: 

SRPF ના અન્ય કમાન્ડન્ટ્સનું નવું પોસ્ટીંગ 

 
અન્ય 3 સિનિયર અધિકારીઓને પણ SRPF ના જુદા જુદા ગ્રુપમાં કમાન્ડન્ટ તરીકે પદભાર સોંપવામાં આવ્યો છે:
 
- બી.એલ. દેસાઈ: SRPF ગ્રુપ 5, ગોધરા (અગાઉ ગોધરા હેડ ક્વાર્ટર SP)
- એચ.પી. દોશી: SRPF ગ્રુપ 13, રાજકોટ (અગાઉ જૂનાગઢ PTC SP)
- એલ.બી. ઝાલા: SRPF ગ્રુપ 11, વાવ-સુરત (અગાઉ સુરત F ડિવિઝન DCP)
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments