Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair Care : માથામાં ખોડો કેમ થાય છે આપ જાણો છો ?

મંગળવાર, 3 ઑક્ટોબર 2023 (09:17 IST)
આ દિવસોમાં વાળમાં ડેન્ડ્રફની સમસ્યા વધી છે અને શિયાળાની સાથે આ સમસ્યા વધી શકે છે. આવી સ્થિતિમાં, ડેન્ડ્રફને કારણે, તમારા વાળ ઝડપથી ખરી શકે છે અને નુકસાન પહોંચાડે છે. તેમજ જો લાંબો સમય બાકી રાખવામાં આવે તો તેનાથી માથાની ચામડીમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે. આપ જાણો છો  માથાના ખોડો કેમ થાય છે

 
1. શુષ્કતાને લીધે ખોડો ક્યારેય નથી થતો - આપણામાંથી ઘણાં લોકો એવું માને છે કે માથામાં ખોડો ત્યારે જ થાય છે જ્યારે આપણા માથાની ત્વચા શુષ્ક હોય છે. પણ આ કારણ એકદમ ખોટું છે કારણ કે ખોડા પાછળ છુપાયેલી છે એક યીસ્ટ જે માથાની મૃત ત્વચાને ખાઇને જીવે છે કે પછી માથામાં જામેલા તેલને પોતાનો ખોરાક બનાવે છે. આ જ કારણે આપણા માથાની ત્વચાના કોષો બહુ જલ્દી ખરવા લાગે છે અને આપણે સમજીએ છીએ કે માથામાં ખોડો થઇ ગયો છે.
 
2. વાળમાં શેમ્પૂ - ઘણીવાર ઉપદેશ આપવામાં આવે છે કે જો આપણા વાળમાં ખોડો થઇ ગયો હોય તો વારંવાર શેમ્પૂ ન કરવું જોઇએ. ત્વચા નિષ્ણાતો હંમેશા એ જ સલાહ આપે છે કે આપણે આપણા વાળમાં એક માઇલ્ડ શેમ્પૂનો પ્રયોગ જ કરવો જોઇએ જેનાથી આપણા વાળની નમી ખોવાઇ ન જાય. જો માથામાં વધારે ખોડો છે તો તેના માટે મેડિકેટેડ શેમ્પૂનો રોજ પ્રયોગ કરો.
 
3. ત્વચા નીકળવી - ખોડો નીકળવાનો અર્થ એ જ નખી કે તમને ખોડો જ છે પણ એનો એ અર્થ પણ હોઇ શકે છે કે તમારા માથામાં સૉરાયસિસ કે ત્વચાને લગતી કોઇ બીમારી હોય. ઘણીવાર કેટલાક રાસાયણિક શેમ્પૂના પ્રયોગથી આપણી ત્વચા પર એલર્જી થઇ જાય છે માટે માથાની સમસ્યા સર્જાતા કોઇ ત્વચા નિષ્ણાતની સલાહ અવશ્ય લો.
 
4. ખોડો ક્યારેય દૂર ન કરી શકાય - ખોડામાંથી થોડા દિવસો માટે જ મુક્તિ મેળવી શકાય છે. આવું એટલા માટે કારણ કે ગંભીર ખોડાની સમસ્યાને જડથી દૂર કરવી બહુ મુશ્કેલ છે. આ સિવાય તેલયુક્ત આહાર અને ટ્રાન્સ ફેટને આહારમાં લેવાથી પણ વધુ ખોડો ફેલાય છે.

વધુ જુઓ..

નાસિક ધર્માતરણ મામલે આરોપી નિદા ખાનને જામીન, કોર્ટે કેમ કર્યો શ્રી કૃષ્ણનો ઉલ્લેખ ? જાણો

Share Market: સેંસેક્સમાં જોરદાર ઉછાળો, 735 અંક ચઢ્યો સેંસેક્સ, નિફ્ટી 24,150 ને પાર, રૂપિયામાં પણ તેજી

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને બનાવ્યા ઉમેદવાર

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

વધુ જુઓ..

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments