Dharma Sangrah

હેલ્થ કેર - ચોમાસામાં બીમારીઓથી બચવા શુ ખાવુ શુ ન ખાવુ ?

Webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (09:48 IST)
ચોમાસુ એટલે ભેજ..પાણી અને કીચડ.  આ ઋતુમાં આપણી આસપાસની દરેક વસ્તુ પર કીટાણુઓ હોય છે. તેથી આપણે ચોમાસમાં જલ્દી બીમાર પડીએ છીએ. ચોમાસામાં શરીર સાથે ખાવાપીવાની વસ્તુઓને લઈને પણ ખૂબ જ કાળજી રાખવી જરૂરી છે. 
 
ચોમાસામાં ખૂબ જ હળવો ખોરાક ખાવો જોઈએ કારણ કે  ઋતુમાં જઠરાગ્નિ નબળો પડે છે. વાદળો અને ભેજને કારણે શરીરના દોષોમાં બેલેન્સ રહેતુ નથી.  સામાન્ય રીતે આપણે જ ખોરાક કાયમ લેતાં હોઇએ તે ખોરાક આ ઋતુમાં પણ લઇએ છીએ, પણ ઋતુના ફેરફારના કારણે નબળો પડેલ જઠરાગ્નિ, ખોરાકને બરાબર પચાવી ના શકવાને કારણે આમદોષ પેદા થાય છે અને તે પિત્તને ઝડપથી બગાડીને એસિડીટી, તાવ, માથાનો દુ:ખાવો, શીળસ વગેરે સમસ્યાઓ પેદા કરે છે, માટે જ, મોટાભાગના ધાર્મિક તહેવારો-ઉપવાસ- નિયમો આ સમયગાળામાં આપતાં હશે ને ?
 
શુ ખાવુ જોઈએ ?
 
-તાવ, શરદી, એસિડિટી જેવા રોગોથી બચવા માટે, તાજો રાંધેલો, ઘરનો ખોરાક લેવો. 
- ખોરાકને 10% ઓછો લેવાથી સરળતાથી પચી જાય છે. તાવ આવે ત્યારે હલકો પ્રવાહી ખોરાક અને સંપૂર્ણ શારીરિક અને માનસિક (લેપટોપ, મોબાઇલ, ફોનને દૂર રાખવા) આરામ અત્યંત જરૂરી છે.
- સિઝન પ્રમાણેનાં પાકા મીઠાં ફળો, સફરજન, દાડમ વગેરે લેવાં.
 
શુ ન ખાવુ જોઈએ ?
 
- ચોમાસામાં તંદુરસ્ત રહેવા માટે અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં 
 
-  અતિશય મસાલેદાર, ભારે મેંદા વાળો ખોરાક જેમ કે પાંવભાજી, પિત્ઝા, રસગુલ્લા, દાબેલી વગેરે ન ખાવાં. બહારના ભોજનને ‘ના’ પાડવી. વાસી ખોરાક : અત્યારનાં ઓવન અને પેકિંગના જમાનામાં વાસી ખોરાકને ઓળખવો મુશ્કેલ છે, માટે થોડા સજાગ રહીને વાસી ખોરાકને અને તેના દ્ધારા Toxinsને તમારા પેટમાં જતાં રોકો.
- પાણી ઉકાળીને પીવું.
- આ ઋતુમાં પ્રવાસ જવાનુ પણ ટાળવુ જોઈએ 
 

વધુ જુઓ..

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

બંગાળ ચૂંટણી પહેલા ટીએમસીને મોટો ફટકો: ED એ I-PAC ના પરિસરમાં દરોડા પાડ્યા; દિલ્હીથી હૈદરાબાદ સુધી સર્ચ ઓપરેશન હાથ ધર્યું

વધુ જુઓ..

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

April 2026 Vivah Muhurat- એપ્રિલમાં આ દિવસે શહેનાઈ વાગવાનું શરૂ થશે; લગ્ન માટે આ 9 શુભ લગ્ન મુહૂર્ત છે

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

આગળનો લેખ
Show comments