ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2019 (00:08 IST)

તમે પણ સવારે ખાલી પેટ ચા પીવો છો ? તો ચેતી જાવ.. થઈ શકે છે આ ખતરનક બીમારી

બેડ  ટી પીવી સૌને પસંદ હોય છે. પણ આ શોખ તમારી લાઈફમાં આવનારા સમયમાં અનેક પ્રકારની પ્રોબ્લેમને જન્મ આપી શકે છે. ભારતમાં એવા ઘણા લોકો છે જે સવારે ઉઠીને સૌ પહેલા રસોડામાં જઈને ચા પીવે છે અને ત્યારબાદ જ પોતાન દિવસની શરૂઆત કરે છે. જો તમે પણ આવી ટેવથી મજબૂર છો તો આ જરૂર વાંચો. 
 
સવારની શરૂઆત કરવા માટે સૌ પહેલી જરૂરી વસ્તુ મોટાભાગના લોકો માટે ચા હોય છે.  એક રિસર્ચ મુજબ લગભગ 80 ટકા લોકોને બેડ ટી પીવાની ખરાબ ટેવ હોય છે. ચા પીધા વગર પથારીમાંથી ઉઠતા નથી. ખાલી પેટ ચા પીવાના શુ શુ નુકશાન થઈ શકે છે એ જાણશો તો ચોકી જશો. 
 
ઋતુ ભલે ગમે તે હોય.. શિયાળો હોય કે ઉનાળો. ખાલી પેટ પીવી હંમેશા નુકશાનદાયક જ રહે છે. આવુ એ માટે થાય છે કારણ કે ચા માં જરૂર કરતા વધુ કૈફીન હોય છે. કૈફીન સાથે ચા માં થિયોફાઈલીન અને એલ થયનિન જેવા ખનીજ તત્વ હોય છે. 
 
ઉલ્લેખનીય છે કે આ ખનીજ તત્વોનુ સેવન કરવાથી શરીર ખૂબ ઉત્તેજીત થઈ જાય છે. અનેક લોકોનુ એવુ માનવુ છે કે સવારે ખાલી પેટ બ્લેક ટી પીવાથી આરોગ્ય સારુ રહે છે અને શરીર સ્વસ્થ થાય છે. પણ અમે તમને બતાવી દઈએ કે એવુ બિલકુલ નથી. આ માન્યતા એકદમ ખોટી છે. 
 
બ્લેટ ટી હોય કે દૂધવાળી ચા બધી છે ખતરનાક 
 
ખાલી પેટ બ્લેક ટી પીવી ખૂબ જ ખતરનાક હોઈ શકે છે.  આવુ કરવાથી તમને જાડાપણુ જેવી ભયંકર બીમારીને આમંત્રણ આપો છો.  બ્લેક ટી જ નહી પણ દૂધવાળી ચા પણ તમારા આરોગ્ય માટે ખૂબ નુકશાનદાયક છે. જો કે તેની અસર ધીરે ધીરે થાય છે. 
 
સવારે ખાલી પેટ દૂધવાળી ચા પીવાથી તમારા સ્વભાવમાં ચિડચિડાપણુ આવવા માંડે છે અને તમને જાણ પણ નથી થતી. આ સાથે જ ખાલી પેટ ચા પીવાથી તમને જલ્દી થાક લાગી શકે છે. ખાલી પેટ ચા પીવાથી તમને ગભરામણ અને ઉબકા આવવા જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. 
 
આ સાથે જ ખાલી પેટ ચા પીવાને કારણે પેટની અંદર જખમ, પેટમાં બળતરા થવી અને ચાંદા પડવા જેવી ખતરનાક બીમારીઓ થઈ શકે છે. તેથી સવારે બે થી ત્રણ ગ્લાસ પાણી પીવો અને કોઈ હળવો નાસ્તો કર્યા પછી જ ચા પીવો.