suvichar
✕

બાજરીનો ઉપમા બનાવવાની રીત (Bajra Upma Recipe)

Updated: રવિવાર, 22 નવેમ્બર 2026 (15:42 IST)
સામગ્રી:
 
બાજરી – 1 કપ
પાણી – અંદાજે 2.5 થી 3 કપ
દેશી ઘી અથવા તેલ – 1.5 થી 2 મોટા ચમચા
રાઈ – 1 નાની ચમચી
જીરું – અડધી નાની ચમચી
અડદની દાળ અથવા ચણાની દાળ – 1 નાની ચમચી
મીઠો લીમડો – 8-10 પાન
લીલાં મરચાં – 1-2 બારીક સમારેલાં
આદુ – 1 નાનો ટુકડો (છીણેલો)
ડુંગળી – 1 મધ્યમ કદની (બારીક સમારેલી)
શાકભાજી – અડધો કપ બારીક સમારેલાં ગાજર, પા કપ લીલાં વટાણા અને પા કપ ફણસી
શીંગદાણા – 2 મોટા ચમચા (શેકેલા અથવા તળેલા)
લીલી કોથમીર – 2 મોટા ચમચા (બારીક સમારેલી)
લીંબુનો રસ – 1 મોટો ચમચો
મીઠું – સ્વાદ અનુસાર
ALSO READ: શિયાળાની ઠંડી સાંજે બનાવો 5 પૌષ્ટિક વેજિટેબલ સૂપ, સ્વાદની સાથે સ્વાસ્થ્યનું પણ રાખશે ધ્યાન

બનાવવાની રીત:

 
સ્ટેપ 1: સૌપ્રથમ એક કડાઈમાં 1 નાની ચમચી ઘી ગરમ કરો. તેમાં તૈયાર બાજરી નાખીને ધીમા અથવા મધ્યમ તાપે 4-5 મિનિટ સુધી શેકો. બાજરીમાંથી હળવી સોડમ આવવા લાગે એટલે તેને એક પ્લેટમાં કાઢી લો.
 
સ્ટેપ 2: હવે એ જ કડાઈમાં બાકીનું ઘી અથવા તેલ ગરમ કરો. તેમાં રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડવા લાગે એટલે ચણાની દાળ અથવા અડદની દાળ નાખીને હળવી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ મીઠો લીમડો, લીલાં મરચાં અને છીણેલું આદુ ઉમેરી થોડી સેકન્ડ સુધી સાંતળો.
 
સ્ટેપ 3: હવે તેમાં બારીક સમારેલી ડુંગળી નાખીને હળવી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ ગાજર, લીલાં વટાણા અને ફણસી ઉમેરો. થોડું મીઠું નાખીને 3-4 મિનિટ સુધી શાકભાજી નરમ થાય ત્યાં સુધી પકાવો.
 
સ્ટેપ 4: હવે કડાઈમાં અંદાજે 2.5 થી 3 કપ ગરમ પાણી ઉમેરો અને સ્વાદ અનુસાર મીઠું નાખો. પાણીને બરાબર ઉકળવા દો.
 
સ્ટેપ 5: પાણી ઉકળવા લાગે એટલે તેમાં શેકેલી બાજરી ધીમે ધીમે ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો, જેથી ગાંઠો ન પડે. હવે ગેસની આંચ ધીમી કરીને કડાઈને ઢાંકી દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહી 10-15 મિનિટ સુધી પકાવો. બાજરી નરમ થઈ જાય અને પાણી શોષાઈ જાય ત્યાં સુધી તેને ચઢવા દો.
 
સ્ટેપ 6: જ્યારે ઉપમા બરાબર ચઢી જાય અને તેમાં રહેલો ભેજ સુકાઈ જાય, ત્યારે તેમાં શેકેલા શીંગદાણા અને બારીક સમારેલી કોથમીર ઉમેરો. ગેસ બંધ કર્યા પછી લીંબુનો રસ નાખીને હળવા હાથે બરાબર મિક્સ કરો.
 
ગરમાગરમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીનો ઉપમા તૈયાર છે. તેને લીલી ચટણી અથવા દહીં સાથે પીરસી શકો છો.

વધુ જુઓ..

Gold Price- આ વર્ષે સોનાના ભાવ ₹53,700 ઘટ્યા, 9 દિવસમાં ₹17,600 ઘટ્યા

બાલાઘાટમાં ચૌમીન ખાધા પછી 100 થી વધુ બાળકો બીમાર પડ્યા, મોડી રાત્રે દાખલ, ખોરાકના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા.

આ વર્ષે ચાંદીના ભાવમાં ₹2.46 લાખનો મોટો ઘટાડો થયો છે, જે તેમના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરથી 61% નીચે છે

૧૨ રાજ્યોમાં વરસાદની ચેતવણી, પર્વતોમાં બરફવર્ષા; દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડીની સ્થિતિ; હવામાન અપડેટ્સ વાંચો

દુશ્મન ટેન્ક મુશ્કેલીમાં છે! અદાણી ડિફેન્સે પોખરણમાં એક મોટું પ્રદર્શન કર્યું, જેમાં 'બઘીરા AT1' એ એકસાથે બે એન્ટી ટેન્ક મિસાઇલો છોડ્યા

વધુ જુઓ..

Kartik Purnima Upay: કાર્તિક પૂર્ણિમાના આ ઉપાય મટાડી દેશે બધા દુઃખ, ધન-ધાન્ય અને સુખની થશે પ્રાપ્તિ

Dev Diwali 2026 : દેવ દિવાળી ક્યારે છે ? જાણો સાચી તારીખ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને મહત્વ

Tulsi Vivah Katha - તુલસી વિવાહની પૌરાણિક કથા

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

આગળનો લેખ
Show comments