Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shami puja Dusshera : શા માટે દશેરા પર છે શમી પૂજનનું મહત્વ

બુધવાર, 5 ઑક્ટોબર 2022 (09:49 IST)
રધુ રાજાને પણ સીમાઉલ્લંગન કરવાનો પ્રસંગ આવ્યો હતો. રધુ રાજાની પાસે વરતંતનો શિષ્ય કૌત્સ આશ્રમને માટે ગુરૂદક્ષિણાના રૂપમાં સુવર્ણની ચૌદ કરોડ મુદ્રાઓ લેવા આવ્યો હતો. બધી દક્ષિણા દાન આપી શરદના મેઘની જેમ રધુ રાજા ખાલી થઈ ગયો હતો. રધુ રાજાને લાગ્યું કે એક વેદવિધિવત સ્નાતક ગુરૂદક્ષિણા માટે આવીને ખાલી હાથે મારા આંગણેથી પાછો જાય તો મારી સાત પેઢી લજ્જિત થઈ જાય. આવો અપયશ હું નહી લઉ. 
 
રધુએ કુબેર, જે હંમેશા ધનસંગ્રહ કરીને બેસ્યા છે. તેમને સીમાઉલ્લંગનનું 'અલ્ટિમેટમ' આપ્યુ. ઘબરાઈને કુબેરે શમી વૃક્ષ પર સુવર્ણ મુદ્રાઓની વર્ષા કરી. શમી વૃક્ષે વૈભવ આપ્યો. તેથી તેનું પૂજન થવા માંડ્યુ. પાંડવોએ પોતાના દિવ્ય અસ્ત્રો પણ શમીના વૃક્ષ પર જ સંતાડી રાખ્યા હતા. તેને કારણે પણ શમીનું મહત્વ વધ્યુ છે.
 
રધુ રાજાએ શમી વૃક્ષ પર વર્ષાના રૂપમાં પડેલી સુવર્ણ મુદ્રાઓ કૌત્સને આપી. કૌત્સે કહ્યુ કે હું ચૌદ કરોડથી વધારે નહી લઉ. ત્યારે રધુ રાજાએ કહ્યુ કે -બાકીની મારા ભંડારમાં નહી રાખુ. વૈભવ નહી લેવાનો આગ્રહ કદાચ ફક્ત ભારતમાં જ જોવા મળશે. બાકીની સુવર્ણ મુદ્રાઓ લોકો દ્રારા લૂંટાવી દેવામાં આવી.
 
સુવર્ણ મુદ્રાઓના પ્રતીકના રૂપમાં આજે પણ શમીની પૂજા કરવામાં આવે છે. શમીના પત્તા એકબીજાને આપવામાં આવે છે. આ પત્તા આપવા પાછળ એવી ભાવના છે કે જે વૈભવ મને મળ્યો છે તે હું એકલો નહી ભોગવુ. અમે બધા હળી-મળીને ભોગવીશુ. અમે વહેંચીને ખાઈશુ.
 
દશેરાનો દિવસ એટલે સમાજમાં વ્યાપેલી ગરીબી, લાચારી અને ભોગની વૃત્તિનો નાશ કરવા માટે કટિબંધ થવાનો દિવસ. ધન વૈભવને વહેંચવાનો દિવસ. દશેરા એટલે વીરતાનો વૈભવ, શોર્યના શ્રૃગાર અને પરાક્રમની પૂજા. દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન. 
(Edited By- Monica) 

વધુ જુઓ..

માત્ર 10 મિનિટમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નાસ્તો 'મસાલા બ્રેડ પોહા' તૈયાર કરો.

Chabeel Drink- પંજાબનું આ પરંપરાગત ઠંડુ પીણું ગરમીથી રાહત આપે છે

ડાયાબિટીસના દર્દી માટે દિવસનો સૌથી ખતરનાક સમય કયો હોય છે? જાણો તેનાથી બચવા માટે ની 5 સરળ રીતો

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments