દશેરા પૂજાનુ ખાસ મુહુર્ત અને યોગ
- અબુજ મુહૂર્તઃ દશેરાનો દિવસ સાડા ત્રણ અબુજા મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે, તેથી આખો દિવસ શુભ છે.
અમૃત કાલ મુહૂર્ત: સવારે 11:33 થી બપોરે 01:02 સુધી. તમે આ સમય દરમિયાન ખરીદી કરી શકો છો.
અમૃત કાલ મુહૂર્તમાં પણ શમીની પૂજા કરી શકાય છે.
-મધ્યાહ્ન મુહૂર્ત : 01:20:11 થી 03:41:37 સુધીનો સૌથી શુભ સમય. આમાં શમી પૂજા, શ્રી રામ પૂજા, દેવી પૂજા, હવન વગેરે કરી શકાય છે.
- સંધિકાળ મુહૂર્ત: સાંજે 06:12 થી 06:36 સુધી. આ મુહૂર્તમાં શ્રી રામ અને દેવીની આરતી કરી શકાય છે.
- વિજય મુહૂર્ત - બપોતે 2.26 થી 03.13 સુધી. આ મુહૂર્તમાં શસ્ત્ર પૂજા કરી શકો છો.
- દશેરાના પર રવિયોગ સવારે - સવારે 06:30 થી 09:15 સુધી સુકર્મ યોગ સવારે 08:21 સુધી, ત્યારબાદ ધૃતિ યોગ આખો દિવસ અને રાત રહેશે.
રાવણ ક્યારે દહન કરવુંઃ રાત્રે રાવણ દહન કરવાની પરંપરા છે. તેથી જ તમે રાત્રિના ચોઘડિયા જોઈ શકો છો.