Daily Horoscope
✕

દિવાળી સ્પેશિયલ બેસન સેવ બનાવવાની સરળ રેસીપી

Updated: મંગળવાર, 3 નવેમ્બર 2026 (12:10 IST)
દિવાળીના તહેવારમાં ચા સાથે ચટપટી અને ક્રિસ્પી સેવ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. બેસન સેવ એક એવું પરંપરાગત ફરસાણ છે, જે બનાવવામાં સરળ અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. તો આ દિવાળીએ ઘરે જ બજાર જેવી સ્વાદિષ્ટ અને કરકરી બેસન સેવ બનાવો.
ALSO READ: ભાખરવડી બનાવવાની રીત

જરૂરી સામગ્રી:

 
ચણાનો ઝીણો લોટ – 500 ગ્રામ
તેલ – 1 વાટકી
પાણી – 1 વાટકી
ખાવાનો સોડા – 1 નાની ચમચી
અજમો – 1 ચમચી
લીંબુનો રસ – અડધા લીંબુનો
મરી પાવડર – 2 ચમચી
સફેદ મરચું – સ્વાદ મુજબ
મીઠું – સ્વાદ મુજબ
હિંગ – જરૂર મુજબ
ALSO READ: દિવાળીની ખાસ રેસીપી મઠીયા બનાવવાની રેસીપી

બેસન સેવ બનાવવાની રીત:

 
સૌપ્રથમ એક વાસણમાં તેલ અને પાણી મિક્સ કરો. હવે આ મિશ્રણને હાથથી બરાબર ફીણો અથવા મિક્સરમાં ફેરવો. મિશ્રણ એકદમ સફેદ અને ફીણવાળું થઈ જાય ત્યાં સુધી ફેંટવું.
 
હવે તેમાં ખાવાનો સોડા, અડધા લીંબુનો રસ, સફેદ મરચું, મીઠું અને હિંગ ઉમેરો.
 
અજમો અને મરીને ઝીણા વાટી લો અને આ મિશ્રણમાં બરાબર મિક્સ કરો.
 
ત્યારબાદ તેમાં જરૂરિયાત મુજબ ચણાનો ઝીણો લોટ ઉમેરતા જાઓ અને નરમ લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટ વધારે કઠણ ન હોવો જોઈએ.
 
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. સેવના સંચામાં લોટ ભરીને ગરમ તેલમાં સીધી સેવ પાડો.
 
સેવને મધ્યમ તાપે બંને બાજુથી ગોલ્ડન અને કરકરી થાય ત્યાં સુધી તળી લો.
 
તૈયાર સેવને ઠંડી થવા દો અને ત્યારબાદ એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરો.
 
ટિપ્સ: સેવને કરકરી બનાવવા માટે લોટ નરમ રાખવો અને તેલ યોગ્ય રીતે ગરમ હોય તેનું ધ્યાન રાખવું. આ રીતે ઘરે જ સ્વાદિષ્ટ અને બજાર જેવી બેસન સેવ તૈયાર થશે.

વધુ જુઓ..

શેરબજારમાં તેજી, સેન્સેક્સ 445 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,500 ને પાર; HDFC બેંક અને બજાજ ફાઇનાન્સ ટોચના ફાયદામાં

આજે ચાંદીના ભાવમાં ₹4,500નો ઘટાડો થયો છે, અને સોનામાં પણ ₹1,300નો ઘટાડો થયો છે; 24k, 22k અને 18k સોનાના નવીનતમ ભાવ તપાસો

ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે, શું પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા છે? આજના ભાવ તપાસો.

નેપાળમાં મોટી દુર્ઘટના! બે હેલિકોપ્ટર અથડાયાં; લેન્ડિંગ દરમિયાન બની ઘટના—વીડિયો સામે આવ્યો.

શુભ ખરીદી - ધનતેરસ પર જરૂર ખરીદો આ 5 વસ્તુઓ, ઘરમાં હંમેશા વાસ કરશે માં લક્ષ્મી

વધુ જુઓ..

દિવાળી 2026: આ દિવાળીએ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણો તમારી રાશિ પ્રમાણે કયો રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3, નવેમ્બર 2026

શુભ ખરીદી - ધનતેરસ પર જરૂર ખરીદો આ 5 વસ્તુઓ, ઘરમાં હંમેશા વાસ કરશે માં લક્ષ્મી

Diwali Vastu Tips: દિવાળી પહેલા ઘરમાં આ 4 સ્થાન પર લગાવો અરીસો, રાતોરાત ખુલી જશે નસીબના દરવાજા

Dhanteras 2026 Wishes: ધનતેરસના શુભ પ્રસંગ પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો ધનતેરસની શુભેચ્છા મેસેજ અને ક્વોટ્સ

આગળનો લેખ
Show comments