Daily Horoscope
✕

IND vs PAK મેચ દરમિયાન પાકિસ્તાની ખેલાડીની હરકત મોંઘી સાબિત થઈ, ICC એ લીધી કડક એક્શન

Updated: મંગળવાર, 7 ઑક્ટોબર 2025 (11:12 IST)
પાકિસ્તાન મહિલા ક્રિકેટર સિદ્રા અમીનને ભારત સામેની મહિલા ODI વર્લ્ડ કપ 2025 મેચ દરમિયાન ICC આચારસંહિતાનો ભંગ કરવા બદલ ઠપકો આપવામાં આવ્યો છે. તેણીને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે. આ મામલો ICCના લેવલ 1 નિયમો હેઠળ આવે છે. આ ઘટના 5 ઓક્ટોબરના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન બની હતી. ભારતે પહેલા બેટિંગ કરીને 247 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પાકિસ્તાન 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું અને 88 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. સિદ્રા અમીને આ મેચમાં 81 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને પોતાની ટીમ માટે એકલા હાથે લડી હતી.

પિચ પર બેટ મારવી પડી ગઈ ભારે 
ICC ની પ્રેસ રિલીઝ અનુસાર, સિદ્રાએ ICC આચાર સંહિતાની કલમ 2.2 નો ભંગ કર્યો છે, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ક્રિકેટ સાધનો અથવા કપડાં, ગ્રાઉન્ડ સાધનો અથવા ફિટિંગના દુરુપયોગ સાથે સંબંધિત છે. આ ઘટના 40મી ઓવરમાં બની હતી જ્યારે સ્નેહ રાણાએ સિદ્રા અમીનને આઉટ કર્યો હતો. ગુસ્સામાં, તેણીએ પોતાનું બેટ પીચ પર ફેંક્યું હતું. ICC એ જણાવ્યું હતું કે છેલ્લા 24 મહિનામાં આ તેણીનો પહેલો ગુનો હતો, તેથી તેણીને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.
 
સિદરાએ સ્વીકારી પોતાની ભૂલ 
ICC અનુસાર, સિદ્રાએ ગુનો સ્વીકાર્યો અને અમીરાત ICC ઇન્ટરનેશનલ પેનલ ઓફ મેચ રેફરી શાન્ડ્રે ફ્રિટ્ઝ દ્વારા પ્રસ્તાવિત દંડ સ્વીકાર્યો, આમ ઔપચારિક સુનાવણીની જરૂરિયાત ટાળી. આ આરોપ ઓન-ફિલ્ડ અમ્પાયર લોરેન એઝેનબેગ અને નિમાલી પરેરા, થર્ડ અમ્પાયર કરીન ક્લાઉસ્ટે અને ફોર્થ અમ્પાયર કિમ કોટન દ્વારા ફટકારવામાં આવ્યો. ICC અનુસાર, લેવલ 1 ઉલ્લંઘન માટે લઘુત્તમ દંડ સત્તાવાર ઠપકો છે, જ્યારે મહત્તમ દંડ ખેલાડીની મેચ ફીમાંથી 50% કપાત અને એક કે બે ડિમેરિટ પોઇન્ટ છે.
 
ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચ દરમિયાન, બંને ટીમોના કેપ્ટનોએ હાથ મિલાવ્યા ન હતા. અગાઉ, એશિયા કપ દરમિયાન, સૂર્યકુમાર યાદવ અને તેમની ટીમે પણ હાથ ન મિલાવવાની નીતિનું પાલન કર્યું હતું.

વધુ જુઓ..

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

Children Day essay in gujarati- બાળ દિવસ નિબંધ

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

દિવાળીના મજેદાર જોક્સ

આગળનો લેખ
Show comments