ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. યોગ
  3. યોગાસન
Written By
Last Updated : મંગળવાર, 9 જાન્યુઆરી 2024 (16:01 IST)

હાથની આ 5 મુદ્રાઓ કોઈપણ વ્યક્તિને બનાવી શકે છે તાકતવર અને શ્રીમંત, મોટા મોટા લોકો પણ કરે છે ટ્રાય

hand mudra
hand mudra

Hightlights 
- મુદ્રા, સંસ્કૃત શબ્દનો અર્થ છે સાંકેતિક હાથનો ઈશારો  
- હાથની મુદ્રાનો ઉપયોગ યોગ, ધ્યાન અને આયુર્વેદમાં થાય છે.

આપણા શરીરનો દરેક ભાગ આપણા હાથ સાથે જોડાયેલો હોય છે. આ જ કારણ છે કે જ્યારે તમે વિવિધ પ્રકારની મુદ્રાઓ હાથથી બનાવો છો તો તેની અસર આપણા આખા શરીર પર પડે છે. 

Awakening Mudra
image source - Twitter

 
ઉત્તરબોધિ મુદ્રા (Awakening Mudra) - આ એક એવી મુદ્રા છે જે તમારી અંદર ચેતના પેદા કરે છે. આ મુદ્રામાં જો તમે રહેશો તો તમારુ મગજ તમારી ચારે બાજુ ચાલી રહેલ વસ્તુઓને જોતા સતર્ક રહેશે. 


Enlightenment Mudra
Enlightenment Mudra
યોનિ મુદ્રા (Enlightenment Mudra) એક એવી મુદ્રા છે જે તમારા નર્વસ સિસ્ટમ પર અસર નાખે છે. જો તમે આ મુદ્રાનો અભ્યાસ કરો છો તો તમારા સેંસ સારા ડેવલોપ થશે. આ મુદ્રા તમારા બોલવા અને વિચારવાની ક્ષમતાનો પણ વિકાસ કરે છે. 
Illumination Mudra
Illumination Mudra
કાલેશ્વર મુદ્રા  (Illumination Mudra) તમારી અંદર રહેલા ઉતાવળાપણાને ઓછુ કરે છે અને તમને સચેતન અવસ્થામાં રાખે છે. જેથી તમે કશુ પણ બોલતા પહેલા સમજી વિચારી લો. આ સાથે જ કાલેશ્વર મુદ્રા તમારી મેમોરી પાવરને પણ વધારે છે. 
Unbreakable Trust Mudra
Unbreakable Trust Mudra
વિશ્વાસ મુદ્રા (Unbreakable Trust Mudra) આ મુદ્રા તમારી અંદર અતૂટ વિશ્વાસ પેદા કરે છે કે તમે જે ઈચ્છશો તે કરી શકો છો. જો તમે રોજ આ મુદ્રાને કરો છો તો આ તમારી અંદર સ્ટ્રેંથ અને પાવર બંને ભરી દે છે. 
Kali Mudra
Kali Mudra
ક્લી મુદ્રા (Kali Mudra) - આ મુદ્રા જો તમે રોજ કરો છો તો આ તમારી અંદરથી ગભરાહટને  સંપૂર્ણ રીતે બહાર કરી દે છે.  આ સાથે જ આ તમને દિલ સંબંધી અનેક બીમારીઓથી દૂર રાખે છે.  તમે રોજ તમારુ કામ કરતા આ મુદ્રાની પ્રેકટિસ કરી શકો છો. 


( ઈમેજ સોર્સ - સાભાર ટ્વિટર)