યોગ - આંખોની રોશની વધારવા માટે ઉપયોગી છે યોગ
આંખો આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે માટે આપણી એ જવાબદારી બને છે કે તેનું પૂરતું ધ્યાન રાખીએ. ઉંમરની સાથે આપણી આંખોની આસપાસના સ્નાયુઓ પોતાની ફ્લેક્સિબિલિટી ગુમાવી દે છે અને કઠોર થઇ જાય છે. આંખોની રોશનીને વધારવા માટે તમારે નિયમિતરૂપે યોગ કરવા જોઇએ. યોગથી નિકટદ્રષ્ટિ દોષ(માયોપિયા) અને દૂરદ્રષ્ટિ દોષ(હાઇપરમેટ્રોપિયા)ને સુધારી શકાય છે.
પ્રાણાયમ - ઘણાં લોકો જેઓ કમ્પ્યુટર પર સતત 8-10 કલાક કામે કરે છે તેમની આંખોને નુકસાન થઇ શકે છે. આંખોને આરામ આપવા માટે માત્ર ઊંઘ લેવી પૂરતું નથી. આંખોમાં નબળાઇ આવવાને લીધે સ્મૃતિ દોષ અને ચિડિયાપણાની સમસ્યા થવી એ બહુ સામાન્ય સમસ્યા છે. જેના માટે આંખોનો યોગ બહુ જરૂરી છે. પ્રાણાયમ કરવાથી મગજ સ્થિર બને છે અને આંખોની રોશની જળવાઇ રહે છે. પ્રાણાયમથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે.
સવાસન - આ આસન કરવા માટે મનને શાંત કરી પીઠના બળે આડા પડો. પગને ઢીલા છોડી હાથને શરીરને સમાંતર રાખો. શરીરને સંપૂર્ણપણે જમીન પર સ્થિર થઇ જવા દો. આ આસન કરવાથી શરીરનો થાક અને દબાણ ઓછું થઇ જાશે. શ્વાસ અને નાડીની ગતિ સામાન્ય થશે. આંખોને આરામ મળશે અને આંખોની રોશની પણ વધશે.
આસન કરતી વખતે તમારી આંખોને ખુલ્લી રાખો. આ આસન કરવાથી આંખોની રોશની તેજ થશે. બાળકોના મગજ માટે આ આસન બહુ ઉપયોગી છે. દમ, સ્થૂળતા, દુર્બળતા અને થાક જેવા વિકારો પણ આ આસન કરવાથી દૂર થાય છે.