Importance of Yoga - યોગ શું છે, જાણો તેનુ મહત્વ ..
યોગ શબ્દના બે અર્થ-પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ
યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી.
'
યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા. યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે - રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે - ઓશો. પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો.
જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે.
યોગ એક વૃહત્તર વિષય છે. તમે સાંભળ્યુ તો હશે - જ્ઞાનયોગ, ભક્તિયોગ, ધર્મયોગ, અને કર્મયોગ. આ બધામાં યોગશબ્દ જોડાયેલો છે. પછી હઠયોગ વિશે પણ સાંભળ્યુ હશે, પણ આ બધાને છોડીને જે રાજયોગ છે, તે જ પાતંજલિનો યોગ છે.
આ યોગનુ સૌથી વધુ પ્રચલન અને મહત્વ છે. આ યોગને આપણે આષ્ટાંગ યોગના નામે ઓળખીએ છીએ. આષ્ટાંગ યોગ એટલે કે યોગના આઠ અંગ. પાતંજલિએ યોગની બધી વિદ્યાઓને આઠ યોગમાં વહેંચી દીધી છે. હવે આની બહાર કશુ જ નથી.
શરૂઆતના પાંચ અંગોમાંથી યોગ વિદ્યામાં પ્રવેશ કરવાની તૈયારી થાય છે, અર્થાત સમુદ્રમાં છલાઁગ મારીને ભવસાગર પાર કરવાની પૂર્વ તૈયારીનો અભ્યાસ આ પાંચ અંગોમાં સમેટાવાયો છે. આને કર્યા વગર ભવસાગર પાર નથી કરી શકાતુ, અને જે આને કરીને છલાઁગ નહી મારે તે અહીં જ રહી જશે. મોટા ભાગના લોકો આ પાંચમાં નિપુણ થઈને યોગના ચમત્કાર બતાવવામાં જ પોતાના જીવનનો વિનાશ કરી બેસે છે.
આ આઠ અંગો છે - 1)યમ 2) નિયમ 3) આસન 4) પ્રાણાયમ 5)પ્રત્યાહાર 6) ધારણા 7)ધ્યાન 8)સમાધિ. ઉપરોક્ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે - આસન, પ્રાણાયામ, અને ધ્યાન.
તમને ઈશ્વરને જાણવા છે, સત્યને જાણવુ છે, સિધ્ધિઓ મેળવવી છે કે ફક્ત સ્વસ્થ રહેવુ છે, તો પાતાંજલિ કહે છે કે તમારે શરૂઆત શરીર તરફથી જ કરવી પડશે. શરીરને બદલશો તો મન બદલશે. મન બદલશો તો બુધ્ધિ બદલશે. બુધ્ધિ બદલશે તો આત્મા જાતે જ સ્વસ્થ થઈ જશે. આત્મા તો સ્વસ્થ છે જ. એક સ્વસ્થ આત્મચિત જ સમાધિ મેળવી શકે છે.
જેમના મગજમાં દ્વંદ છે, તેઓ હંમેશા ચિંતા, ભય અને શંકામાં જ જીવે છે. તેમનુ જીવન એક સંઘર્ષ જ જોવા મળે છે, આનંદ નહી.
યોગથી બધા પ્રકારની ચિત્તવૃત્તિયોનો નિરોધ થાય છે - યોગશ્ચિત્તિનિરોધ. ચિત્તનો અર્થ છે બુધ્ધિ, અહંકાર અને મન નામની વૃત્તિના ક્રિયાકલાપોથી બનનારો અંતકરણ. તમે ઈચ્છો તો આને અચેતન મન પણ કહી શકો છો, પણ આ અંત:કરન આનાથી પણ સૂક્ષ્મ માનવામાં આવ્યુ છે.
દુનિયાના બધા ધર્મો આ ચિત્ત પર જ કબ્જો મેળવવા માંગે છે, તેથી એમને જુદા જુદા નિયમો, ક્રિયા કાંડ, ગ્રહ-નક્ષત્ર અને ઈશ્વરના પ્રત્યે ભયને ઉત્પન્ન કરીને લોકોને પોતપોતાના ધર્મો સાથે બાંધી રાખ્યા છે. પાતંજલિનુ કહેવુ છે કે આ ચિત્તને જ પૂરી કરો.
યોગ વિશ્વાસ કરવાનુ નથી શીખવાડતુ કે નથી શંકા કરવાનુ. વિશ્વાસ અને શંકાના વચ્ચેની અવસ્થા સંશયનો તો યોગ વિરોધી છે. યોગ કહે છે કે તમારામાં જાણવાની ક્ષમતા છે તેનો ઉપયોગ કરો.
તમારી આંખો છે તેનાથી બીજુ પણ કશુ જોઈ શકાય છે, જે સામાન્ય રીતે દેખાતુ નથી. તમારા કાન છે તેનાથી એ પણ સાંભળી શકાય છે જેને અનાહત કહે છે. અનાહત મતલબ એવી ધ્વનિ જે કોઈ સંઘાતથી નથી જન્મી, જેને જ્ઞાની લોકો ઓમ કહે છે, એ જ આમીન છે, એ જ ઓમીન અને એ જ ઓમકાર છે.
તો સૌ પહેલા તમે તમારી ઈન્દ્રિઓને બળવાન બનાવો. શરીરને ચંચળ બનાવો. અને આ મનને પોતાના ગુલામ બનાવો. અને આ બધુ કરવુ સરળ છે - બે દુ ચાર ની જેમ.
યોગ કહે છે કે શરીર અને મનનુ દમન નથી કરવાનુ, પણ આનુ રૂપાંતર કરવાનુ છે. આના રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે. જો તમને લાગે છે કે હું મારી આદતો નથી છોડી શકતો, જેનાથી હું કંટાળી ગયો છુ તો ચિંતા ન કરો. આ આદતોમાં એક 'યોગ'ને પણ જોડી દો અને એકદમ પાછળ પડી જાવ. તમે ન ઈચ્છતા હોય તો પણ પરિણામ તમારી સમક્ષ આવશે.
યોગ શુ છે, તે અમે તમને વિગતવાર બતાવીશુ 'યોગ આયામમાં'.