ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. મહિલા સમાનતા દિવસ
Written By

Women Rights: મહિલાઓના 11 અધિકાર જેના વિશે સૌને ખબર હોવી જોઈએ

woman right
ભારતીય કાયદામાં મહિલાઓને 11 જુદા જુદા અધિકાર મળ્યા છે. તેમા મુખ્ય છે ઓફિસમા યૌન ઉત્પીડન વિરુદ્ધ સુરક્ષાના અધિકાર, કોઈ ઘટનાની સ્થિતિમાં જીરો એફઆઈઆર નોંધાવવાનો અધિકાર અને પુરૂષના બરાબરીથી  પગાર મેળવવાનો અધિકાર વગેરે. આવો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ. 
 
 ભારત સરકારે મહિલાઓને અનેક અધિકાર (women rights) આપ્યા છે. લૈગિક સમાનતા હોય કે નોકરી-ચાકરીમાં પુરૂષોના બરાબરની ભાગીદારી, ગરિમા અને શાલીનતા (rights of dignity) થી જીવવાનો અધિકાર હોય કે ઓફિસ-કાર્યાલયમાં ઉત્પીડન  (rights against harassment) થી સુરક્ષા, મહિલાઓ સાથે જોડાયેલા એવા અનેક અધિકાર છે જેના વિશે આપને જરૂર જાણવુ જોઈએ.  ભારતમાં લૈગિક સમાનતાના આધાર પર મહિલાઓને મળેલા 11 અધિકાર વિશે આપણે જાણીશુ. આવો જાણીએ આ અધિકાર કયા કયા છે. 
 
 1- સમાન પગારનો અધિકાર 
 
ઈકવલ રિમ્યુનરેશન એક્ટમાં નોંધાયેલ જોગવાઈ મુજબ જ્યારે સેલેરી, પે કે મહેનતાણાની વાત હોય તો જેંડરના આધાર પર ભેદભાવ નથી કરી શકતા. કોઈ કામકાજી મહિલાને પુરૂષની બરાબરીમાં સેલેરી લેવાનો અધિકાર છે. 
 
2. ગરિમા અને શાલીનતાનો અધિકાર 
મહિલાને ગરિમા અને શાલીનતાથી જીવવાનો અધિકાર મળ્યો છે. કોઈ મામલે જો મહિલા આરોપી છે, તેની સાથે કોઈ મેડિકલ પરીક્ષણ થઈ રહ્યુ છે તો આ કામ કોઈ બીજી મહિલાની હાજરીમાં જ થવુ જોઈએ. 
 
3. ઓફિસ કે કાર્યસ્થળ પર ઉત્પીડનથી સુરક્ષા 
 
ભારતીય કાયદા મુજબ જો જોઈ મહિલા વિરુદ્ધ ઓફિસ કે કાર્યસ્થળ પર શારીરિક ઉત્પીડન કે યૌન ઉત્પીડન થાય છે તો તેને ફરિયાદ નોંધાવવાનો અધિકાર છે. આ કાયદા હેઠળ મહિલા 3 મહિનાની અવધિની અંદર બ્રાંચ ઓફિસમાં ઈંટરનલ કંપ્લેટ કમિટી  (ICC) ને લેખિત ફરિયાદ કરી શકે છે. 
 
4-ઘરેલુ હિંસા વિરુદ્ધ અધિકાર  ભારતીય સંવિધાનની ધારા 498 ના હેઠળ પત્ની, મહિલા લિવ-ઈન પાર્ટનર કે કોઈ ઘરમાં રહેનારી મહિલાને ઘરેલુ હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો અધિકાર મળે છે. પતિ મેલ લિવ ઈન પાર્ટનર કે સંબંધી પોતાના પરિવારની મહિલાઓ વિરુદ્ધ મોઢેથી, આર્થિક, જજ્બાતી કે યૌન હિંસા કરી શકતા નથી. આરોપીને 3 વર્ષ ગેર જામીની જેલની સજા થઈ શકે છે કે દંડ ભરવો પડી શકે છે. 
 
5. ઓળખ જાહેર ન કરવાનો અધિકાર 
સ્ત્રીની ગોપનીયતાનું રક્ષણ કરવાનો અધિકાર આપણા કાયદામાં સામેલ છે. જો કોઈ મહિલા જાતીય સતામણીનો ભોગ બને છે, તો તે એકલા જ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધી શકે છે. કોઈ મહિલા પોલીસ અધિકારીની હાજરીમાં નિવેદન આપી શકે છે.
 
   
6- મફત કાયદાકીય મદદનો અધિકાર 
લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ મુજબ, બળાત્કાર પીડિતાને મફત કાનૂની સલાહ લેવાનો અધિકાર છે. લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા એક મહિલાની વ્યવસ્થા કરવામાં આવી છે.
 
7-રાત્રે સ્ત્રીઓની ધરપકડ થઈ શકતી નથી.  
કોઈ પણ મહિલાને સૂર્યાસ્ત પછી અથવા સૂર્યોદય પહેલા મહિલા આરોપીની ધરપકડ કરી શકાતી નથી. અપવાદ એ પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટનો હુકમ છે. કાયદો એ પણ કહે છે કે જો તેના ઘરમાં કોઈની પૂછપરછ કરવામાં આવી રહી છે, તો આ કામ મહિલા કોન્સ્ટેબલ અથવા પરિવારના સભ્યોની હાજરીમાં થવું જોઈએ.
 
8- વર્ચુઅલ ફરિયાદ નોંધવાનો અધિકાર  
કોઈપણ મહિલા વર્ચુઅલ રીતે પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. તેમા તે ઈમેલની મદદ લઈ શકે છે. મહિલા ધારે તો રજિસ્ટર્ડ પોસ્ટલ એડ્રેસની સાથે પોલીસ સ્ટેશનમાં ચિઠ્ઠી દ્વારા પોતાની ફરિયાદ મોકલી શકે છે. ત્યારબાદ એસએચઓ મહિલાના ઘરે કોઈપણ કાંસ્ટેબલને મોકલશે જે નિવેદન નોંધશે. 
 
 
9-અભદ્ર ભાષાનો ઉપયોગ નથી કરી શકતા 
કોઈપણ સ્ત્રી (તેના સ્વરૂપ અથવા શરીરના કોઈપણ ભાગ) ને કોઈપણ રીતે અભદ્ર, અપમાનજનક અથવા જાહેર નૈતિકતા અથવા નૈતિકતાને ભ્રષ્ટ કરનાર તરીકે દર્શાવી શકાય નહીં. આમ કરવું એ સજાપાત્ર ગુનો છે.
 
10- સ્ત્રીનો પીછો નથી કરી શકતા 
IPCની કલમ 354D હેઠળ, કોઈપણ વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે કોઈ મહિલાનો પીછો કરે છે, વારંવાર ના પાડવા છતાં સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે અથવા કોઈપણ ઈલેક્ટ્રોનિક સંચાર જેમ કે ઈન્ટરનેટ, ઈમેલ દ્વારા મોનિટર કરવાનો પ્રયાસ કરે.
 
11-જીરો  FIR નો અધિકાર
જો કોઈ મહિલા વિરુદ્ધ અપરાધ થાય છે તો  તે કોઈપણ પોલીસ સ્ટેશનમાં અથવા ગમે ત્યાંથી FIR નોંધાવી શકે છે. આ માટે જરૂરી નથી કે જે પોલીસ સ્ટેશનમાં આ ઘટના બની તે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે. ઝીરો એફઆઈઆર બાદમાં જે પોલીસ સ્ટેશનમાં ગુનો થયો છે ત્યાં મોકલવામાં આવશે.