વિધાનસભા ચૂંટણી 2018 - મધ્યપ્રદેશમાં 3 વાગ્યા સુધી 50% મતદાન જ્યારે કે મિઝોરમમાં 3 વાગ્યા સુધી 58% મતદાન
- રાજ્યના 18 શહેરોના 200થી વધુ મતદાન કેન્દ્રો પર ઈવીએમ અને વીવીપૈટમાં ખરાબીની ફરિયાદ
- મુખ્યમંત્રી શિવરાજના પૈતૃક ગામ જેતમાં અને કમલનાથે છિંદવાડામાં નાખ્યો વોટ
- મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૈતૃક ગામ જૈતમાં નાખ્યો વોટ. વોટ નાખતા પહેલા તેમણે નર્મદા નદી અને કુલદેવીના મંદિરમાં પૂજા કરી. બીજુ બાજુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કમલનાથ છિંદવાડાના હનુમાન મંદિર પહોંચ્યા અને પૂજા કરી. મિઝોરમની 40 સીટો પર મતદાન ચાલી રહ્યુ છે અહી 3 વાગ્યા સુધી 58% મતદાન થયુ. પરિણામ 11 ડિસેમ્બરના રોજ આવશે.
- જૈત ગામમાં વોટ નાખ્યા પછી શિવરાજે કોંગ્રેસ ઉમેદવાર અરુણ યાદવ પર નિશાન તાકતા બોલ્યા - અરુણ મારા મિત્ર છે. કોંગ્રેસે તેમની સાથે ખૂબ નાઈંસાફી થઈ પહેલા તેમણે અધ્યક્ષ પદ પરથી હટાવ્યો. ત્યારબાદ ચૂંટણી લડાવી. એ પણ બુધનીમાંથી. હુ તો કહીશ કે તેઓ ભાજપાને વોટ આપે કારણ કે મધ્યપ્રદેશના વિકાસની વાત છે.
-કમલનાથે છિંદવાડાના પોલિંગ બૂથ પર વોટ નાખ્યો. તેમણે કહ્યુ કે પ્રદેશના લોકો પર તેમને પૂર્ણ વિશ્વાસ છે. અહીની જનતા માસૂમ છે. જેણે લાંબા સમયથી ભાજપા સરકાર લૂટી રહી છે.
ઈન્દોરમાં બગ્ગી પર બેસીને વોટ આપવા પહોંચ્યા ભાજપા નેતા કૈલાશ વિજયવર્ગીય
- MP - ઈવીએમ ખરાબ થવાની ફરિયાદ કરવા જવુ મતદાતાને મોંઘુ પડ્યુ. પોલીસે ધક્કો મારીને બૂથમાંથી બાહર કાઢ્યો ર કાઢ્યો
- મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાખ્યો પોતાનો વોટ.. વોટ નાખ્યા પછી બોલ્યા પ્રદેશમાં બનશે કોંગ્રેસની સરકાર
- મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગુનામાં એક અને ઈન્દોરમાં ચૂંટણી પંચના બે અધિકારીઓનુ હાર્ટ એટેકથી મોત
- ઈન્દોરમાં બગ્ગી પર બેસીને વોટ આપવા પહોંચ્યા ભાજપા નેતા કૈલાશ વિજયવર્ગીય
- MP - ઈવીએમ ખરાબ થવાની ફરિયાદ કરવા જવુ મતદાતાને મોંઘુ પડ્યુ. પોલીસે ધક્કો મારીને બૂથમાંથી બાહર કાઢ્યો મધ્યપ્રદેશ (MP Election 2018)ની બધી 230 અને મિઝોરમ (Mizoram Election 2018)ની 40 સીટો પર વોટિંગ ચાલી રહ્યુ છે. મિજોરમમાં મતદાનની શરૂઆત સવારે સાત વાગ્યે થયુ. વોટર્સ સાંજે સાત વાગ્યા સુધી મતદાન કરી શકશે. બીજી બાજુ મધ્યપ્રદેશમાં 230માંથી 227 પર વોટિંગ સવારે સાત વાગ્યે શરૂ થઈ ગયુ. જ્યારે કે અન્ય સીટો પર આઠ વાગ્યે મતદાન શરૂ થયુ. મધ્યપ્રદેશમાં લગભગ 65 હજાર મતદાન કેન્દ્ર બનાવ્યા છે. પાંચ કરોડથી વધુ મતદાતા મધ્યપ્રદેશમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મધ્યપ્રદેશમાં મતદાતા ચૂંટણી મેદાનમાં રહેલા 2899 ઉમેદવારોની કિસ્મતનો નિર્ણય કરશે. મતદાતાઓમાં બે કરોડ 63 લાખ 01 હજાર 300 પુરૂષ અને બે કરોડ 41 લાખ 30 હજાર 390 મહિલાઓનો સમાવેશ છે. સર્વિસ વોટરની સંખ્યા 62 હજાર 172 છે. બીજી બાજુ મિઝોરમમાં 40 સીટો પર 209 ઉમેદવાર મેદાનમાં છે. તેમા 15 મહિલા ઉમેદવાર છે.
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહે સવારે બુધનીમાં પત્ની સાથે નર્મદા મૈયાની પૂજા કરી હતી. મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, મધ્યપ્રદેશમાં આજે મતદાનનો દિવસ છે. પૂરા ઉત્સાહ સાથે લોકતંત્રના મહાપર્વમાં ભાગ લેવા અને જંગી મતદાન કરવા મારો રાજ્યના તમામ મતદારોને આગ્રહ છે.
MP વિધાનસભા ચૂંટણીમાં 45,000 મહિલા કર્મચારીઓની સેવા લેવામાં આવશે. 1.80 હજાર સુરક્ષાકર્મી સુરક્ષાની જવાબદારી સંભાળશે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વીએલ કાંતા રાવના જણાવ્યા મુજબ રાજ્યમાં 3,00,782 કર્મચારી ચૂંટણી કાર્ય સંભાળશે. તેમાં 45,904 મહિલા કર્મચારી સામેલ છે. રાજ્યમાં 65,367 મતદાન કેન્દ્રો પણ ચૂંટણી થઈ રહી છે.
રાજ્યમાં 160 મતદાન કેન્દ્રો દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંભાળવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 3046 મતદાન કેન્દ્ર માત્ર મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યા છે. 17,000 મતદાન કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. 230 સીટો પર થઈ રહેલા મતદાન માટે કુલ 2899 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 1094 અપક્ષ ઉમેદવારો પણ છે. મધ્યપ્રદેશમાં મતદાર યાદી સુધારણાના અંતિમ પ્રકાશન બાદ કુલ 5,04,95,251 મતદાર નોંધાયા છે. જેમાંથી 2,63,01,300 પુરુષ, 2,41,30,390 મહિલા તથા 1,389 થર્ડ જેન્ડરના મતદાર છે.
પીએમ મોદીએ ભારે મતદાનની કરી અપીલ. સોશિયલ મીડિયા પર કહ્યું – આજે મધ્યપ્રદેશમાં મતદાનનો દિવસ છે. રાજ્યના તમામ મતદાતાઓને મારો આગ્રહ છે કે તેઓ પૂરા ઉ્સાહની સાથે લોકતંત્રના મહાર્પવમાં ભાગ લે અને મોટી સંખ્યામાં મતદાન કરે.