રવિવાર, 10 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 19 માર્ચ 2022 (15:36 IST)

Vastu Tips: આર્થિક તંગીથી પરેશાન છો તો ઘર પર લગાવો આ તસ્વીરો થશે લાભ

વાસ્તુશાસ્ત્રમાં ઘર વિશે ઘણી વિશેષ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ ટિપ્સમાં ઘરની દિશા ક્યાંથી, કઈ વસ્તુ રાખવી જોઈએ તે દરેકને જણાવવામાં આવ્યું છે. વાસ્તુમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દરેક ઘરનું નિર્માણ સકારાત્મક અને નકારાત્મક બંને ઉર્જા આપે છે. જ્યાં સકારાત્મક ઉર્જા જીવનમાં ખુશીઓ લાવે છે અને નકારાત્મક ઉર્જા આર્થિક સમસ્યાઓ અને રોગો લાવે છે.
 
ઘરમાં વાસ્તુ દોષ હોય તો જીવનમાં પરેશાનીઓ જ આવે છે, જીવનમાં નિષ્ફળતા જ મળે છે અને માનસિક પીડા પણ જીવનમાં આવે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને આપણે ઘરના વાસ્તુ દોષોને દૂર કરી શકીએ છીએ અને ઘરમાં સમૃદ્ધિ લાવી શકીએ છીએ. વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઘરમાં કઈ વસ્તુઓના ચિત્રો લગાવવાથી આપણે સુખ, સમૃદ્ધિ વગેરેમાં વધારો કરી શકીએ છીએ.
 
ઘન લાભ માટે - જો તમામ પ્રયત્નો પછી પણ તમારા જીવનમાં આર્થિક સંકટ ચાલી રહ્યુ છે, તો તમારા ઘરમાં મા લક્ષ્મી અને કુબેરનો ફોટો અવશ્ય મુકો. પરંતુ આ વાતનુ ધ્યાન રાખો કે તમે આ તસવીરો ઘરની ઉત્તર દિશામાં લગાવો. એવું કહેવાય છે કે ધન પ્રાપ્તિ માટે વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને સારી માનવામાં આવે છે. આ તસવીરો લગાવશો તો પૈસા આવશે.
 
સુંદર ચિત્રો - ઘરની દિવાલો પર સુંદર ચિત્રો લગાવવા જોઈએ. જો તમે આવુ કરશો તો ઘરની સુંદરતા વધવાની સાથે સંપત્તિમાં પણ વધારો  થશે. ઉલ્લેખનીય છે કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દક્ષિણ અને પૂર્વ દિશાની દીવાલોમાં માત્ર પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુઓની તસવીરો જ લગાવવી જોઈએ.
 
હસતા બાળકનો ફોટો - વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નાના બાળકોની હસતી તસવીર લગાવવી ખૂબ જ સારી બાબત છે. ઘરમાં હંમેશા હસતા બાળકની તસવીર લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં પૂર્વ અને ઉત્તર દિશામાં બાળકનું ચિત્ર લગાવવું શુભ હોય છે.
 
નદી અને ઝરણાનુ ચિત્ર - ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં નદી અને ઝરણાનું ચિત્ર લગાવવાથી સકારાત્મક ઉર્જા પણ વધે છે. જો તમે ઘરમાં પૂજા ઘર બનાવ્યું છે તો યાદ રાખો કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનેલા રૂમનો પૂજા માટે ઉપયોગ ન કરવો જોઈએ