શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2019 (13:18 IST)

વાસ્તુ શાસ્ત્ર - ટૉપ 10 ટિપ્સ, જેનાથી વધશે સંપત્તિ અને પૈસા

વાસ્તુશાસ્ત્રના નિયમોને તમારા જીવનમાં અપનાવીને તમે પૈસા અને સંપત્તિ વધારી શકો છો. આ ટિપ્સની મદદથી કુબેર અને લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સમૃદ્ધિ વધે છે. આ ટિપ્સ ખૂબ જ સહેલી અને પ્રભાવી છે. જેના ઉપયોગથી તમે તમારા જીવનની પરેશાનીઓને સમાપ્ત કરી શકો છો. આવો જાણીએ પૈસા અને સંપત્તિ વધારવના 10 વાસ્તુ ટિપ્સ 
1. ઘરની ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામાં આવે છે. આ દિશાની દિવાલનો રંગ આસમાની હોવો જોઈએ. 
2. પાણીનુ સ્થાન ઉત્તર દિશામાં હોવુ જોઈએ 
3. પાણીની ટાંકીમાં શંખ ચાંદીનો સિક્કો કે ચાંદીનો કાચબો મુકવો શુભ હોય છે. 
4. જો ઘરમાં એક્વેરિયમ છે તો તેને ઘરની ઉત્તર દિશામાં મુકો. 
5. કુબેરની દિશા હોવાને કારણે તિજોરી ઉત્તર દિશામાં મુકો 
6. ઉત્તર દિશામં ભૂરા રંગનુ પિરામિડ મુકવાથી સંપત્તિનો લાભ થાય છે. 
7. ઉત્તર દિશામાં કાંચનો મોટો વાડકો મુકીને તેમા ચાંદીનો સિક્કો નાખી દો. 
8. ઘરના પૂર્વ ઉત્તર ખૂણાને દેવી દેવતાઓનુ સ્થાન માનવામાં આવે છે. તેમા ગણેશ અને લક્ષ્મીની મુર્તિ મુકીને પૂજા કરો. 
9. ઘરમાં પૂર્વ ઉત્તર ખૂણામાં ગંદકી ન કરો. 
10. ઉત્તર દિશામાં આમળાનુ ઝાડ કે તુલસીનો છોડ લગાવો.