સોમવાર, 25 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 2 માર્ચ 2019 (17:20 IST)

વાસ્તુ મુજબ બનાવો તમારા ઘરનું Bathroom

આજના આધુનિક સમયમાં વાસ્તુ શાસ્ત્રનુ પોતાનુ જુદુ જ મહત્વ છે.  વાસ્તુ શાસ્ત્રમાં એવુ કહેવામાં આવ્યુ છે કે ઘર બનાવતે વખતે વાસ્તુના નિયમોનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ.  કહેવાય છે કે  જો ઘરને વાસ્તુના હિસાબથી ન બનાવવામાં આવે તો તેમા અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. આવામાં ઘરના કોઈપણ ખૂણામાં વાસ્તુ દોષ ઉભો થઈ શકે છે.   પછી તે કિચન હોય કે બાથરૂમ. આજે અમે તમને વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલા એ નિયમો વિશે બતાવીશુ જેને અપનાવીને તમે દરેક પ્રકારની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. તો આવો જાણીએ બાથરૂમ સાથે જોડાયેલ એ નિયમો વિશે.. 
 
- વાસ્તુ મુજબ બાથરૂમના દરવાજાની ઠીક સામે અરીસો ન લગાવવો જોઈએ. વાસ્તુમાં તેને અશુભ માનવામાં આવે છે. 
- આમ તો આજના સમયમં બાથરૂમમાં જ શૌચાલય અને સ્નાનાઘર એક સાથે બનાવવાનો રિવાજ ચાલી રહ્યો છે. પણ વાસ્તુ શાસ્ત્ર મુજબ આ યોગ્ય નથી. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઠીક નથી કારણ કે સ્નાનઘર ચન્દ્રમાંનો કારક છે. તો બીજી બાજુ શૌચાલયને રાહુનુ સ્થાન માનવામાં આવે છે.  જ્યારે અ બંને મળે છે તો ઘરમાં માનસિક અને ડિપ્રેશનની બીમારીઓ થઈ શકે છે પણ  છતા જો સ્નાનઘરમાં જ શૌચાલય બનાવવુ પડે તો તેને એક ખૂણામાં બનાવડાવો.  
 
વાસ્તુ મુજબ બાથરૂમમાં કમોડ ને એ રીતે બનાવવુ જોઈએ કે બેસનારાનુ મોઢુ ઉત્તર દિશાની તરફ અને પીઠ દક્ષિણ દિશાની તરફ હોવુ જોઈએ. 
 
- ગીઝર વગેરેને બાથરૂમના અગ્નિ ખૂણામાં જ મુકો. 
 
- આમ તો વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ સ્નાન ઘર અને શૌચાલય જુદા જુદા સ્થાન પર હોવા જોઈએ. પણ જો સ્થાનની કમી હોય તો તેને એક સાથે બનાવી શકો છો.