ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 25 જાન્યુઆરી 2021 (16:45 IST)

વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વસ્તુઓને જમીન પર મુકવી હોય છે અશુભ, મુશ્કેલીઓથી ભરાય શકે છે જીવન

વાસ્તુ શાસ્ત્રમાં અનેક વસ્તુઓ વિશે બતાવ્યુ છે. વાસ્તુ શાસ્ત્રમાં નોકરી, બિઝનેસ ઉપરાંત પૂજા પાઠની વસ્તુઓ વિશે પણ માહિતી આપી છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા પઆઠ સાથે જોડાયેલ અનેક નિયમ બતાવ્યા છે, જેનુ પાલન કરવુ શુભકારી હોય છે.  વાસ્તુ શાસ્ત્રમાં પૂજાપાઠ સાથે જોડાયેલી એવી અનેક વસ્તુઓ વિશે બતાવ્યુ છે.  જેને જમીન પર મુકવી અપશકુન માનવામાં આવે છે 
 
1. શાલીગ્રામ અથવા શિવલિંગ- શાસ્ત્રોમાં શાલિગ્રામ ભગવાન વિષ્ણુ અને શિવલિંગનું પ્રતીક માનવામાં આવે છે. તેથી, તેઓને ક્યારેય પણ જમીન પર મુકવાની ભૂલ ન કરવી જોઈએ. મંદિરની સફાઇ દરમિયાન લોકોથી આ ભૂલ થવાની શક્યતા રહે છે. આવામાં સાફ સફાઈ કરતી વખતે કોઈ કપડામાં મુકીને કોઈ સ્વચ્છ સ્થાન પર મુકવુ જોઈએ. 
 
2. ધૂપ, દીપ, શંખ અને પુષ્પ - ભગવદ ગીતા મુજબ શંખ, દીપ, ધૂપ, યંત્ર, પુષ્પ, તુલસી, કપૂર, ચંદન, જપમાળા વગેરે વસ્તુઓ જમીન પર ન રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ બધી વસ્તુઓનો ઉપયોગ પૂજામાં થાય છે, તેથી તે ક્યારેય સીધી જમીન પર ન મૂકવી જોઈએ
 
3 રત્ન- શાસ્ત્રો અનુસાર મોતી, હીરા અને સોના જેવા કિંમતી રત્નો ક્યારેય સીધા જ જમીન પર ન મૂકવા જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ ધાતુનો સંબંધ અન્ય કોઈ ગ્રહ સાથે હોય છે. આવી સ્થિતિમાં તેમને સીધા જ જમીન પર મૂકવું અપશુકનિયાળ માનવામાં આવે છે. જો તમારી સાથે કોઈ રત્ન જોડાયેલું છે, તો તે સીધા જ જમીન પર ન મૂકવા જોઈએ.
 
4 સીપ - એવુ કહેવાય છે કે સીપની ઉત્પત્તિ સમુદ્ર દ્વારા થવાને કારણે તેનો સંબંધ લક્ષ્મીજી સાથે માનવામાં આવે છે.  આ કારણે તેને સીધા જમીન પર ન મુકવી જોઈએ. મા લક્ષ્મીની ઉપાસનામાં છીપ અને કોડીનુ વિશેષ મહત્વ છે. તેથી તેમને જમીન પર ન મુકવા જોઈએ.