રવિવાર, 24 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : બુધવાર, 9 ઑક્ટોબર 2019 (14:37 IST)

વાસ્તુના આ 5 નિયમ નહી માનો તો થશે પૈસાની કમી

આજે અમે આપને બતાવી રહ્યા છે વાસ્તુના એવા 5 નિયમો વિશે જેનુ પાલન જો ન કરવામાં આવે તો ઘરમાં હંમેશા પૈસાની કમી રહે છે. 
 
આજના સમયમાં બધા જ લોકો પૈસા માટે ઘણી મહેનત કરી રહ્યા છે પણ જરૂરી નથી કે દરેકની મહેનત સફળ થાય. જો ખૂબ મહેનત કરવા છતા પણ તમને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો વાસ્તુ શાસ્ત્રમાં તમારી આ પરેશાની સાથે જોડાયેલ કેટલાક ઉપાય પણ બતાવ્યા છે. વાસ્તુના નિયમોનુ પાલન કરવાથી ધન સંબધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આવો જાણીએ કેવી રીતે.. 
 
તિજોરી પાસે મુકેલી સાવરણી 
 
ઘરની તિજોરીમાં પૈસા ઘરેણા બીજી કિમંતી વસ્તુઓ મુકવામાં આવે છે.  તેથી ક્યારેય પણ તિજોરી કે કબાટ પાસે સાવરણી ન મુકહ્સો. આવુ કરવાથી લક્ષ્મીનુ અપમાન સમજવામાં આવે છે.  આમ પણ સાવરણીએ રાહુનુ પ્રતીક માનવામાં આવે છે. જે ધનની હાનિ કરાવે છે. 
 
મીઠાવાળુ પાણીનુ પોતુ - ઘરમાં પૈસાની બરકત અને પોઝિટિવ એનર્જી કાયમ રાખવા માટે અઠવાડિયામાં એક દિવસ પાણીમાં મીઠુ નાખીને પોતુ જરૂર કરો.  આવુ કરવાથી ઘરમાં ખુશી અને સકારાત્મક ઉર્જા કરે છે. 
 
ડ્રોઈંગ રૂમમાં મંદિર - ઘરને કંકાસ અને આર્થિક પરેશનીઓથી દૂર રાખવા માટે ડ્રોઈંગ રૂમમાં ક્યારેય પણ મંદિર ન બનાવડાવો.   આવુ કરવાથી ઘરની આર્થિક સ્થિતિને નુકશાન થાય છે. ઘરનુ મંદિર હંમેશા રસોઈ ઘરની પાસે જ બનાવવુ જોઈએ. 
 
મીઠુ -  જો જીવનમાં લાંબા સમયથી આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો ઘરના ઉત્તર-પૂર્વ ભાગમાં મીઠાનો ડબ્બો મુકી દો.  આવુ કરવાથી ઘરની આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે. 
 
બાથરૂમના દરવાજા - ઘરમાં બાથરૂમના દરવાજા પણ ક્યારેય ખુલ્લા ન મુકશો. આવુ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે.  જેની અસર તમારા આરોગ્ય અને ધન બંને પર પડે છે.