શુક્રવાર, 21 ફેબ્રુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ ગુજરાતી
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 15 ફેબ્રુઆરી 2025 (00:57 IST)

Vastu Tips : આજે જ ઘરમાં મૂકી ડો આ વસ્તુ, પૈસાની મુશ્કેલી થશે દૂર, લક્ષ્મી કાયમ કરશે ઘરમાં વાસ

Dhan Prapti Ke Upay: ઘણી વાર ઘણી મહેનત પછી પણ લક્ષ્મી ઘરમાં રહેતી નથી. ઘર અને પરિવારમાં હંમેશા પૈસાની સમસ્યા રહે છે. જો તમારા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો આજે જ આ વસ્તુઓ તમારા ઘરમાં મુકો. વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓને ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર, આ વસ્તુઓ ઘરમાં મુકવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે. તો આવો જાણીએ એવી  ધનને આકર્ષિત કરતી વસ્તુઓ વિશે. 
 
કોડીઓ - માતા લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે. આવામાં, પાંચ કોડી લો અને તેમને હળદરનું તિલક લગાવો. તે કોડીઓ દેવી લક્ષ્મીના ચિત્ર અથવા મૂર્તિ પાસે મુકો. જ્યોતિષીઓના મુજબ મંદિરમાં કોડી મુકવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહે છે.
  
હળદર - આજે જ તમારી તિજોરીમાં હળદરની એક ગાંઠ મુકો. આ ઉપાય કરવાથી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે. માન્યતાઓ અનુસાર, હળદર ભગવાન વિષ્ણુ સાથે સંબંધિત છે અને જ્યાં નારાયણ રહે છે, ત્યાં દેવી લક્ષ્મી પણ રહે છે. તો આજે જ હળદરના આ ઉપાયો ચોક્કસ અજમાવો.
 
ચાંદીનો સિક્કો - 
હળદર ઉપરાંત, તિજોરીમાં ચાંદીનો સિક્કો મુકવાથી પણ ઘરમાં પૈસાની કમી રહેતી નથી. તિજોરી ઉપરાંત, તમે ચાંદીના સિક્કાને તે જગ્યાએ પણ મૂકી શકો છો જ્યાં તમે પૈસા મુકો  છો. તમને જણાવી દઈએ કે તમારે દરરોજ ચાંદીના સિક્કા પર કંકુ લગાવીને તેને ફરી તેના એ સ્થાન પર મુકવાનો છે.   
 
તુલસીનો છોડ
 - હિન્દુ ધર્મમાં, તુલસીનો છોડ ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જે ઘરમાં તુલસીનો છોડ હોય છે ત્યાં દેવી લક્ષ્મી હંમેશા નિવાસ કરે છે. તુલસીને જળ ચઢાવીને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા બની રહે છે.