બુધવાર, 13 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 7 ડિસેમ્બર 2019 (13:52 IST)

ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે કરો હનુમાનજીના આ ઉપાય

હિન્દુ ધર્મમાં બધા દેવી દેવતાઓમાંથી ભોલેનાથ ઉપરાંત ફક્ત હનુમનાજીને કળયુદના દેવ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ મુજબ બજરંગબલી ભગવાન શંકરના  જ અવતાર હોવાથી તે પણ તેમની જેમ જ અમર છે.   
 
ધાર્મિક પુરાણોમાં હનુમાનજીને સંકટમોચન કહેવામાં આવે છે. એવુ કહેવાય છે કે પવનપુત્ર હનુમાન પોતાના ભક્તોના બધા  પ્રકારના સંકટો પોતે જ દૂર કરે છે.   શુ તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્રમાં પણ આ વાતનુ વર્ણન છે કે હનુમાનજીના શુભ પ્રભાવથી ઘરના બધા વાસ્તુ દોષ દૂર થાય છે. તેના મુજબ જેટલુ ફળ તેમની પૂજા વગેરેથી મળે છે એટલુ જ વાસ્તુની દ્રષ્ટિથી ઘરમાં હનુમાનજીની ફટો હોવાથી લાભની પ્રાપ્તિ થાય છે અને નકારાત્મક ઉર્જાનો ખાત્મો થાય છે.  આ ઉપરાંત હનુમાનજીની કૃપાથી મંગળ શનિ અને પિતૃ દોષથી પણ મુક્તિ મળે છે.  તો આવો જાણીએ પવનપુત્ર હનુમાનન તમને કેવી રીતે લાભ આપે છે તેના વિશે જાણકારી.. 
 
વાસ્તુ વિશેષજ્ઞો મુજબ ડ્રોઈંગ રૂમમાં રામ દરબારની જેમા હનુમાનજી રામજીના ચરણોમાં બેસ્યા હોય એવી તસ્વીર લગાવવી જોઈએ. તેનાથી પરિવારના સભ્યોમા પરસ્પર પ્રેમ વિશ્વાસ સ્નેહ અને એકતા વગેરે વધે છે. 
 
- ઘર પરિવારના સભ્યોની ધાર્મિક ભાવના કાયમ રાખવા માટે શ્રી રામનુ કીર્તન કરતા હનુમાનજીનુ ચિત્ર લગાવવુ જોઈએ.   માન્યતા છે કે તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર વિશ્વાસ પણ મજબૂત થાય છે. 
 
- ઘરના કોઈપણ્ણ ભાગના દક્ષિણ દિશામાં હનુમાનજીનુ લાલ રંગની બેસેલી મુદ્રામાં ચિત્ર લગાવો. તેનાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તાકતો દૂર થાય છે. અને ધીરે ધીરે ઘરમાં સુખ શાંતિ આવવા માંડે છે. 
 
- મુખ્યદ્વાર પર પંચમુખી હનુમાનજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં કોઈપણ પ્રકારની ખરાબ શક્તિ પ્રવેશ નહી કરી શકે. 
 
- જેવુ કે બધા જાણે છે કે રામ ભક્ત હનુમાનજી બાલ બ્રહ્મચારી છે. તેથી તેમની ઉપાસનામાં પવિત્રતાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. તેથી ભૂલથી પણ તેમનો ફોટો બેડરૂમમાં ન લગાવ્શો. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ સીડીઓ નીચે રસોડામાં કે અન્ય કોઈ અપવિત્ર સ્થાન પર તેમનો ફોટો ક્યારેય ન લગાવવો જોઈએ તેનાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. 
 
જો આપને એવો અનુભવ થાય છે કે તમારા ઘરમાં કોઈપ્રકારનો વાસ્તુદોષ છે તો આપ  ઘરમાં હનુમાન ચાલીસા સુંદરકાંડ અને હનુમાનષ્ટકનો પાઠ જરૂર કરાવો.