બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેંટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 7 ફેબ્રુઆરી 2019 (18:09 IST)

જો આ રીતે કરશો છોકરીને 'પ્રપોજ' તો છોકરી ના નહી કહે !

જો તમે એ નાનું વાકય બોલતા શરમાઓ, ગભરાવો છો કે વિચારો છો કે તેને ના પાડી દીધી તો શું થશે ! આ વિચારશો તો તમે ક્યારે નહી કહી શકો, પણ જો અમે કહીએ કે તમારી આ ચિંતાનો ઉકેલ અમારી પાસે છે તો કેવું રહેશે ! 
દરેક છોકરાના મનમાં એક ન એક છોકરી હોય છે જેને એ પસંદ કરે છે પણ હમેશા એ એજ વિચારે છે કે તે છોકરીને પ્રપોજ કેવી રીતે કરે. જો તમારા મનમાં પણ કોઈ છોકરી છે જેને તમે પણ પ્રપોજ કરવા ઈચ્છો છો તો વધારે વિચરવાની જરૂર નથી. 
 
અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ રીતે તમે તમારા પસંદની છોકરીને પ્રપોજ કરી શકો છો ! 
 
તો ચાલો જોઈએ કે છોકરીને પ્રપોજ કેવી રીતે કરીએ ! 
 
1. તમે કોઈ ફિલ્મની રીતે છોકરીને સરપ્રાઈજ આપી શકો છો તેમના માટે તમેં જયાં પ્રપોજ કરવું છે ત્યાં આખું અરેંજમેંટ કરવું પડશે અને પછી છોકરીને ત્યાં લઈ જઈને તેને સરપ્રાઈજ કરતા પ્રપોજ કરવું એક કારગર ઉપાય છે. 

 
2. આ સિવાય તમે છોકરીને પ્રપોજ કરવા માટે પબ્લિક પ્લેસનો પણ સહારો લઈ શકો છે. કારણકે બધાના સામે પ્રપોજ કરતા છોકરાઓને પણ છોકરીઓ પસંદ કરે છે. 

3. જો એ તમને સારી રીતે ઓળખે છે તો તમે તેને ઘરે બોલાવીને કોઈ સારી વસ્તુ બનાવીને ખવડાવીને પણ પ્રપોજ કરી શકો છો. 
 
4. છોકરીઓ પ્રેમ ભૂલી જાય પણ તારીખ નથી ભૂલતી.. આ સાચુ છે. છોકરીઓને ખાસ દિવસ અને ખાસ તારીખ હમેશા યાદ રહે છે. આથી તમે પ્રપોજ કરવાના સમયે અને તારીખ સમજી વિચારીને ડિસાઈડ કરવી. જેમ કે વેલેંટાઈન ડે, તેમનો બર્થડે કે કોઈ ફેસ્ટીવલ અવસર પર કે નવા વર્ષમાં પણ પ્રપોજ કરી શકો છો. 
5.  પ્રપોજ કરવાની જગ્યા અને વાતાવરણ હમેશા યાદ રખાશે આથી પ્રપોજ કરવાની જગ્યા પણ ખાસ હોવી જોઈએ. તેના માટે કોઈ એવી જગ્યાની પસદગી કરવી જે તમે બન્ને માટે ખાસ હોય કે પછે તે જગ્યા જયાં જવું તમારી ગર્લફ્રેંડની ઈચ્છા છે. એવી જગ્યા પર પણ પ્રપોજ કરવું એક સારો ઉપાય છે.
 
6. સૌથી ક્લાસિક ઉપાય છે, ઘૂંટણ પર બેસીને પ્રપોજ કરવું. કે ડ્રિંકમાં વીંટી નાખીને કે પછી સ્કાઈરાઈટિંગથી. બસ એ વાતનુ ધ્યાન રાખવું કે એ એવા પળામાં કઈ જગ્યા સરળ અનુભવ કરે છે.