સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ
Written By
Last Updated : શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (10:24 IST)

મકરસંક્રાતિના આ 7 ઉપાય દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી શકે છે

14 જાન્યુઆરી રવિવારે મકરસંક્રાતિ છે.  આ મુખ્ય રૂપથી સૂર્યદેવની પૂજાનો પર્વ છે . જ્યોતિષ મુજબ  મકર સંક્રાતિ પર સૂર્યદેવને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં બદલી શકાય છે. તો આવો જાણીએ શુ છે એ ઉપાયો 
 
1. જે લોકોની કુંડળીમાં સૂર્ય નીચની સ્થિતિમાં હોય એ જો મકર સંક્રાતિના રોજ  સૂર્ય યંત્રની સ્થાપના કરી પૂજા કરે તો તેનાથી તેમની  કુંડળીના દોષ ઓછા થઈ જાય છે અને વિશેષ લાભ મળે છે. 
 
આપ સૂર્ય યંત્ર લાવીને તેની તમારા ઘરમાં આ રીતે સ્થાપના કરો. 
 
સ્થાપના વિધિ- મકરસંક્રાતિના દિવસે  સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી સૂર્યદેવને પ્રણામ કરો. એ પછી સૂર્ય દેવને ગંગાજળ અને ગાયના દૂધથી પવિત્ર કરો.  હવે એ યંત્રની પૂજા કર્યા પછી સૂર્ય મંત્ર નો જાપ કરો.
 
મંત્ર- ૐ ઘૃણિ સૂર્યાય નમ: 
 
જાપ કર્યા પછી આ યંત્રને તમારા પૂજા સ્થાન પર સ્થાપિત કરો. આ યંત્રની પૂજાથી શીઘ્ર જ સૂર્ય સંબંધિત બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે. 

2. મકરસંક્રાતિની સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કાર્યોથી પરવારીને  સૂર્યને અર્ધ્ય આપો. હવે પૂર્વ દિશા તરફ  મોઢુ  કરીને કુશના આસન પર બેસીને રૂદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો.  
 
મંત્ર- ૐ આદિત્યાય વિદમહે દિવાક આરાય ધીમહી તન્નો સૂર્ય: પ્રચોદયાત 
 
ઓછામાં ઓછા 5 માળાનો  જાપ જરૂર કરો . આ રીતે મંત્ર જાપ કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થઈ જશે. જો આ મંત્રના જાપ રવિવારે કરાય તો જલ્દી લાભ થાય છે.  આ ઉપરાંત આ વખતે મકરસંક્રાતિ પણ રવિવારે જ આવી રહી છે તેથી આ વખતે સૂર્ય પૂજા વિશેષ લાભદાયક છે. 
 
3. મકરસંક્રાતિને સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી ઉગતા સૂર્યને તાંબાના લોટાથી અર્ધ્ય આપો. પાણીમાં કંકુ અને લાલ રંગના ફૂલ પણ નાખો તો વધારે શુભ રહેશે. અર્ધ્ય આપતા સમયે ૐ ઘૃણિ સૂર્યાય નમ:  મંત્રનો જાપ કરતા રહો. આરીતે સૂર્યને અર્ધ્ય આપવાથી મનની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે . 
 
4. જ્યોતિષ મુજબ તાંબુ સૂર્યની ધાતુ છે . મકરસંક્રાતિના રોજ  તાંબાના સિક્કા કે તાંબાના ચોરસ ટુકડા પ્રવાહિત જળમાં પ્રવાહિત કરવાથી કુંડળીમાં સ્થિત સૂર્ય દોષ ઓછો થાય છે. અને સાથે જ  લાલ કપડામાં ઘઉં અને ગોળ બાંધીને દાન આપવાથી પણ માણસની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. 
5.
5. મકરસંક્રાતિ પર ગોળ અને કાચા ચોખા વહેતા જળમાં પ્રવાહિત કરવા શુભ રહે છે. જો સૂર્યદેવને પ્રસન્ન કરવા હોય તો રાંધેલા ચોખામાં ગોળ અને દૂધ મિક્સ કરી ખાવા જોઈએ. આ ઉપાય કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે.
 
6. મકરસંક્રાતિ પર દાન કરવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને શુભ ફળ પ્રદાન કરે છે. આ દિવસે કરેલ દાનનું પુણ્ય સૌ ગણુ થઈને મળે છે . જો તમે ઈચ્છો છો કે ભાગ્ય તમારી સાથ આપે તો આ દિવસે ધાબડા, ગરમ કપડા ઘી દાળ- ચોખાની ખિચડી વગેરે દાન કરો. ગરીબોને ભોજન કરાવશો તો મનોકામના જલ્દી પૂરી થશે. 
 
7. મકરસંક્રાતિને સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પૂર્વ દિશામાં મુખ કરીને કુશના આસન પર બેસો . સામે આસન પર બાજટ રાખી સફેદ વસ્ત્ર પાથરી અને એના ઉપર સૂર્યદેવના ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરો  અને પછી સૂર્યદેવની પંચોપચાર પૂજા કરો. અને ગોળનો ભોગ લગાવો. પૂજામાં લાલ ફૂલનો  ઉપયોગ કરો. એ પછી લાલ ચંદનની માલાથી નીચે લખેલા મંત્રના જાપ કરો. 
 
મંત્ર- ॐ ભાસ્કારાય નમ: 
 
ઓછામાં ઓછા 5 માળાનો જાપ જરૂર કરો.