જાણો કોણ જીત્યુ અને કોણ હાર્યું, ભાજપ કોંગ્રેસના કયા દિગ્ગજોએ હાર્યા
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ. 182 બેઠકો પર ક્યાં કયો પક્ષ આગળ ચાલી રહ્યો છે તે લીડની સ્થિતિ આવી ગઈ છે. ભાજપ 104 બેઠકો પર અને કોંગ્રેસ 75 બેઠકો પર આગળ છે. 3 પર અન્ય આગળ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગળ ચાલી રહ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી પ્રક્રિયાનો બરાબર સવારના આઠ કલાકે પ્રારંભ થયો છે. રાજ્યની આગામી 14મી વિધાનસભામાં પાંચ વર્ષ માટે કોનું રાજ ચાલશે તે આજે બપોર સુધીમાં નક્કી થઇ જશે.
કોણ ક્યાં જીત્યું?
રાજકોટ પશ્ચિમથી મુખ્યપ્રધાન વિજય રૂપાણી
પોરબંદરથી ભાજપના બાબુ બોખિરીયા
ગોંડલ બેઠકથી ગીતા બા જાડેજા
રાજકોટ દક્ષિણ બેઠકથી ભાજપના ગોવિંદ પટેલ
લીમખેડા બેઠક પર શૈલેષ ભાભોર વિજેતા
સુરત બેઠક પરથી કોંગ્રેસના આનંદ ચૌધરી
નડિયાદ બેઠક પર ભાજપના પંકજ દેસાઈ
રાજકોટની બેઠક પર ભાજપના જયેશ રાદડીયા જીત્યા
અમદાવાદની મણિનગર બેઠક પર ભાજપના સુરેશ પટેલ
માંડવીની બેઠક પર કોંગ્રેસના આણંદ ચૌધરી
વડોદરાની અકોટા બેઠક પરથી ભાજપના સીમાબહેન મોહિલે
અમદાવાદની ખાડિયા બેઠક પરથી કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા
અમદાવાદની એલિસબ્રિજ બેઠક પર ભાજપના રાકેશ શાહ
દિગ્ગજોએ જોયું હારનું મોં
મણિનગર બેઠક પર કોંગ્રેસના શ્વેતા બ્રહ્મભટ્ટ
અમદાવાદની ખાડિયા બેઠકથી ભાજપના ભુષણ ભટ્ટ
સિદ્ધપુરથી ભાજપના જયનારાયણ વ્યાસ
પોરબંદર બેઠકથી કોંગ્રેસના દિગ્ગજ અર્જુન મોઢવાડિયા