રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કામની વાત
Written By
Last Modified: શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (10:19 IST)

આધાર કાર્ડને લઇને જાહેર કર્યું નોટિફિકેશન, ૧૦ વર્ષથી જૂનું આધારકાર્ડ હોય તો વાંચી લેજો

રજિસ્ટ્રાર (યુઆઈડી) અને જિલ્લા કલેકટર અમદાવાદની અખબારી યાદી મુજબ જિલ્લાના તમામ વસવાટ કરતા વ્યક્તિઓને જણાવવામાં આવે છે કે, ભારત સરકારના યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)ની સૂચના મુજબ ૧૦ વર્ષ જૂના આધારકાર્ડ ધારકોએ આજદિન સુધી પોતાના આધારકાર્ડમાં કોઈપણ જાતની સુધારો-વધારો(અપડેશન) કરાવેલ નથી. તેઓએ પોતાના રહેઠાણ અને ઓળખના દસ્તાવેજ/પુરાવો અપડેટ કરાવી લેવા જણાવવામાં આવે છે. 
 
માય આધારની વેબસાઇટ ઉપર રહેઠાણ અને ઓળખના દસ્તાવેજ/પુરાવા ઓનલાઇન અપડેટ કરી શકાશે. આધારકાર્ડ કેન્દ્ર ઉપર રુબરુ જઈ જરૂરી ફી ભરીને પણ અપડેશન કરાવી શકાશે. તેમજ આધારકાર્ડ પ્રોગ્રામ દરેક આધારકાર્ડ ધારકની ઓળખ તેની આંખની કીકી, આંગળાની છાપ અને ફોટોગ્રાફ્સ દ્વારા કરે છે. 
 
જેથી નામદાર ભારત સરકાર તથા રાજય સરકારની યોજનાઓના લાભો મેળવવા માટે આધારકાર્ડ એ ઓળખ અંગેનો મુખ્ય આધાર નંબર ઘણો જ જરૂરી બનેલ હોઈ, દશ વર્ષથી આધારકાર્ડ ધારણ કરનાર દરેક વ્યક્તિએ પોતાના આધારકાર્ડમાં સુધારા-વધારા (અપડેશન) કરાવી લેવા જણાવવામાં આવે છે.