કેન્દ્રીય મંત્રાલયે એક ચૂંટણી સુધાર બિલને મંજુરી આપી દીધી છે જે તમારા આધાર કાર્ડ અને વોટર આઈડીને લિંક કરી દેશે. તમે રાષ્ટ્રીય મતદાત સેવા વેબ, SMS, મોબાઈલ ફોન અથવા તમારા ક્ષેત્રના બૂથ સ્તરના અધિકારીઓ પાસે જઈને આધાર કાર્ડને તમારા વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરવામાં સક્ષમ રહેશો. તમે ઘરે બેસીને પણ આ કામ કરી શકો છો અને આવુ કરવુ ખૂબ જ સહેલુ છે. અહી અમે તમારી સુવિદ્યા માટે તમને ત્રણ સૌથી સરળ રીત બતાવી રહ્યા છે જેમા તમે તમારા આધાર કાર્ડને વોટર આઈડી કાર્ડ સાથે લિંક કરી શકશો. નીચે જાણો ત્રણ સૌથી સરળ રીત
1. વેબસાઈટના માધ્યમથી આધાર અને વોટર આઈડીને જોડવાની રીત
સ્ટેપ 1- આ માટે સત્તાવાર પોર્ટલ વોટરપોર્ટલ eci.gov.in પર જાવ
સ્ટેપ 2 - મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને વોટર આઈડી નંબરનો ઉપયોગ કરીને લોગ ઈન કરો
સ્ટેપ 3 - તમારુ રાજ્ય, જીલ્લા અને વ્યક્તિગત માહિતી જેવા નામ, જન્મ તિથિ અને પિતાનુ નામ નોંધાવો
સ્ટેપ 4 - સ્ક્રીન પર બતાવેલ 'ફીડ આધાર નંબર' ઓપ્શન પર ક્લિક કરો
સ્ટેપ 5 - તમારુ આધાર કાર્ડ, આધાર નંબર, વોટર આઈડી નંબર, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને રજિસ્ટર્ડ ઈમેલ એડ્રેસમાં નામ જોડો
સ્ટેપ 6 - સબમિટ બટન પર ક્લિક કરો
આ પ્રોસેસને પૂર્ણ કર્યા બાદ બંને આઈડીને જોડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
2. SMS દ્વારા આ રીતે લિંક કરો આધાર અને વોટર આઈડી
સ્ટેપ 1 - તમારા ફોન પર મેસેજ એપ ખોલો
સ્ટેપ 2- આ ફોર્મેટમાં એક મેસેજ ટાઈપ કરો
સ્ટેપ 3 - 166 કે 51969 નંબર પર એસએમએસ મોકલો અને આધાર અને વોટર આઈડી જોડવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.
3. બૂથ લેવલ ઓફિસરના માધ્યમથી આ રીતે લિંક કરો આધાર અને વોટર આઈડી
જો તમે વેબસાઈટ કે એસએમએસના માધ્યમથી તમારો આધાર અને વોટર આઈડી કાર્ડને લિંક નથી કરી શકી રહ્યા તો નીચે આપેલ આ સ્ટેપ્સને ફોલો કરો
સ્ટેપ 1 - તમારા નિકટના બૂથ લેવલ ઓફિસ સાથે સંપર્ક કરો અને લિકિંગ માટે એપ્લિકેશન પ્રાપ્ત કરો
સ્ટેપ 2 - એપ્લિકેશન ફોર્મ ભરો અને બૂથ લેવલ ઓફિસર પાસે જમા કરો
સ્ટેપ 3 - ડિટેલ્સને વેરીફાઈ કરવામાં આવશે અને પછી બૂથ ઓફિસર વધુ વેરિફિકેશન માટે તમારા સ્થાન પર આવશે.
સ્ટેપ 4 - એકવાર વેરિફિકેશન પ્રોસેસ પુરી થઈ ગયા બાદ આધાર અને વોટર આઈડી કાર્ડને જોડવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.