આધારને તમારા મોબાઈલ નંબર સાથે જોડવુ અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. આ પગલુ નકલી દસ્તાવેજો દ્વારા રજુ કરવામાં આવેલ સંયોજનને ખતમ કરવા માટે ઉઠાવ્યુ છે. તમને તમારા આધારમાં તમારો મોબાઈલ નંબર જોડવા કે અપડેટ કરવા માટે એક આધાર કેન્દ્ર પર જવાની જરૂર છે. કોઈ વધુ દસ્તાવેજની જરૂર નથી. જો કે બાયોમેટ્રિક પ્રમાણીકરણ અનિવાર્ય છે. આમ તો આધાર સાથે મોબાઈલ નંબરને ફરીથી વેરીફાઈ કરવાની બે વિધિ છે ઓનલાઈન અને ઓફલાઈન.
આધારને તમારા મોબાઈલ નંબર સાથે OTP દ્વારા આ રીતે જોડો
તમે તમારા મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરી શકો છો અને OTP દ્વારા તેને ફરીથી વેરીફાઈ પણ કરી શકો છો. જો કે ફક્ત એ ગ્રાહક જેમનો મોબાઈલ નંબર પહેલાથી જ આધાર સાથે લિંક થયેલો છે. એ જ લોકો તેનો ઉપયોગ કરી શકે છે. યુઝર્સે પોતાના સિમ કાર્ડને કોઈ વિક્રેતા કે નજીકના સ્ટોર પર જઈને આધારને મોબાઈલ નંબર સાથે લિંક કરવાની ઓફલાઈન પ્રક્રિયાનુ પાલન કરવુ પડશે. જો તેમનો મોબાઈલ નંબર આધાર સાથે લિંક નથી થયો. અહી બતાવ્યુ છે કે તમે આધારને તમારા મોબાઈલ નંબર સાથે OTPદ્વારા કેવી રીતે લિંક કરી શકો છો.
તમારા મોબાઈલ નંબર પરથી 14546* પર કોલ કરો
- તમે ભારતીય છો કે NRI તે પસંદ કરો.
- 1 દબાવીને આધારને ફરીથી વેરીફાઈ કરવા માટે સહમતિ આપો.
- તમારો 12 અંકોનો આધાર સંખ્યા ભરો અને 1 દબાવીને તેની ચોખવટ કરો
- તેનાથી એક OTP નંબર બનશે જેને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવે છે.
- UIDAI થી તમારુ નામ, ફોટો અન એ ડીઓબી અભિગમન કરવા માટે તમારા પરિચાલકને સહમતિ આપો
- IVR તમારા મોબાઈલ નંબરના અંતિમ 4 અંક વાચે છે.
- જો એ સાચા છે તો પ્રાપ્ત OTP ને નોધાવો
- પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 1 દબાવો
મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરવાની ઓફ લાઈન રીત
તમારા આધારને તમારા ફોન નંબર સાથે લિંક કરવા માટે તમારે તમારા મોબાઈલ નેટવર્ક સ્ટોર પર જવુ પડશે. તમારા આધાર નંબરને મોબાઈલ નંબર સાથે સહેલાઈથી લિંક કરવા માટે નીચે આપેલી પ્રક્રિયાનુ પાલન કરો.
-તમારા મોબાઈલ નેટવર્ક કેન્દ્ર/સ્ટોર પર જાવ
- તમારા આધાર કાર્ડની ફોટો કોપી લઈને જાવ
- તમારો મોબાઈલ નંબર આપો
- કેન્દ્ર કર્મચારીને મોબાઈલ નંબર પર એક OTP મોકલવો પડશે જેને આધાર સાથે લિંક કરવાનો છે.
- વેરીફાઈ માટે કર્મચારીને OTP બતાવો
- હવે તમારી ફિંગરપ્રિંટ કર્મચારીને આપો
- તમને તમારા મોબાઈલ નેટવર્ક પરથી કે પુષ્ટિકરણ SMS પ્રાપ્ત થશે
- E-KYC પ્રક્રિયાને પુર્ણ કરવા માટે “Y” લખીને જવાબ આપો.
વિશેષ માહિતી માટે ઉપર આપેલ વીડિયો ગાઈડને જુઓ અને તમારો મોબાઈલ નંબર આધાર સાથે જોડવુ કે અપડેટ કરવુ શીખો. કે પછી નિકટના આધાર સેવા કેન્દ્રની વિગત પ્રાપ્ત કરવા માટે જુઓ http: //appointments.uidai.gov.in/ease કે પછી 1947 પર કોલ કરો (ટોલ ફ્રી)