ઉડાન ફેમ કવિતા ચૌધરીનુ નિધન, હાર્ટ એટેકે લીધો અભિનેત્રીનો જીવ
દૂરદર્શનની ખૂબ જ લોકપ્રિય સીરિયલ ઉડાન ફેમ કવિતા ચૌધરીનુ નિધન થઈ ગયુ છે. અભિનેત્રીએ 67 વર્ષની વયે મોત થયુ છે. ગઈકાલે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. અભિનેત્રીના મોતનુ કારણ સામે આવ્યુ છે. તેમના સંબંધીઓએ કહ્યુ છે કે હાર્ટ એટેકને કારણે તેમનુ મોત થયુ છે.
કવિતા ચૌધરી હતી બીમાર
કવિતા ચૌધરીના ભત્રીજા અજય સયાલે જણાવ્યુ કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી અમૃતસરના પાર્વતી દેવી હોસ્પિટલમાં દાખલ હતી. ગઈકાલે રાત્રે 8.30 વાગે અમૃતસરના આ હોસ્પિટલમાં તેણે અંતિમ શ્વાસ લીધા. કવિતા ચૌધરી લાંબા સમયથી બીમાર હતી અને તેમની સારવાર ચાલી રહી હતી. તેમના ભત્રીજા અજય સયાલના જણાવ્યા મુજબ અમૃતસરમાં જ કવિતા ચૌધરીનો અંતિમ સંસ્કાર થશે. અભિનેત્રી સુચિત્રાએ પણ દુખ વ્યક્ત કર્યુ છે.
અભિનેત્રીએ લખ્યુ, આ સમાચાર તમારા બધા સાથે શેયર કરતા મારુ દિલ ભારે થઈ રહ્યુ છે. ગઈકાલે રાત્રે અમે શક્તિ, પ્રેરણા અને અનુગ્રહની પ્રતિક કવિતા ચૌધરીને ગુમાવી. જે લોકો 70 અને 80ના દાયકામાં મોટા થયા તેમને માટે એ ડીડી પર ઉડાન શો અને જાણીતા વોશિંગ પાવડર સર્ફ ની જાહેરાતનો ચેહરો હતી. પણ મારા માટે તે ખૂબ વધુ હતી. હુ કવિતાજીને પહેલીવાર એક સહાયક નિર્દેશકના ઈંટરવ્યુ માટે વર્સોવામા તેમના સાધારણ રહેઠાણ પર મળી હતી. મને બિલકુલ આઈડિયા નહોતો કે હુ પોતે એ દંતકથાનો સામનો કરવાની હતી. તેમના દ્વારા દરવાજો ખોલતાની સાથે જ સર્ફ એડમાંથી તેમની 'ભાઈસાબ' લાઇનની યાદો મારા મગજમાં ગુંજતી હતી અને હું તેને મોટેથી બોલતા નહી રોકી શકી. તે ક્ષણ એક બંધનની શરૂઆત હતી જે માત્ર મિત્રતાથી આગળ વધી ગઈ હતી. તે મારા ગુરુ, મારા માર્ગદર્શક, મારા આધ્યાત્મિક નેતા બન્યા અને સૌથી વધુ તે મારો પરિવાર બની ગયા.'
કલ્યાણીના રોલે અપાવી ઓળખ
વર્ષ 1989માં ઉડાન પ્રસારિત થઈ હતી અને શો મા કવિતા એ આઈપીએસ કલ્યાણી સિંહની ભૂમિકા ભજવી હતી. તેમણે શો લખ્યો અને નિર્દેશિત પણ કર્યો. આ શો અભિનેત્રીની બહેન કંચન ચૌધરી ભટ્ટાચાર્યના જીવન પર આધારિત હતી. જે કિરણ બેદી પછી બીજી આઈપીએસ અધિકારી બની. એ સમયે કવિતા ને મહિલા સશક્તિકરણના પ્રતિકના રૂપમાં પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. કારણ કે ફિલ્મો અને ટેલીવિઝનમાં મહિલા આઈપીએસ અધિકારીઓનુ વધુ પ્રતિનિધિત્વ નહોતુ. પછી પોતાના કરિયરમાં કવિતાએ યોર ઓનર અને આઈપીએસ ડાયરીઝ જેવા શો નુ નિર્માણ કર્યુ.
સર્ફ ની એડમાં જોવા મળી
કવિતાને વર્ષ 1980 અને 1990 ના દાયકામાં જાણીતી સર્ફ જાહેરાતમાં લલિતાજીની ભૂમિકા ભજવવા માટે પણ ઓળખાતી હતી. અહી તેણે એક બુદ્ધિમાન ગૃહિણીની ભૂમિકા ભજવી જે પોતાના પૈસાનો ખર્ચ કરતી વખતે વિનમ્ર છે અને હંમેશા યોગ્ય પસંદગી કરે છે. મહામારી દરમિયાન દૂરદર્શન પર ઉડાન નુ બીજીવાર પ્રસારણ થયુ હતુ. એ સમયે સ્મૃતિ ઈરાનીએ કહ્યુ, કેટલાક લોક્કો માટે આ ફક્ત એક સીરિયલ હતી, મારા માટે આ એ સ્થિતિઓમાંથી ખુદને મુક્ત કરવાનુ આહ્વાન હતુ જેમાંથી બહાર નીકળવુ મને અશક્ય લાગતુ હતુ.