શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Updated : સોમવાર, 21 ફેબ્રુઆરી 2022 (12:24 IST)

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની કાર્ટૂન સિરીઝ હવે નેટફ્લિક્સ પર

'પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સિરિયલ પરથી કાર્ટૂન સિરીઝ બની 'તારક મહેતા કા છોટા ચશ્મા'. આ એનિમેટેડ સિરીઝ સોની  ટીવી ચેનલ પર એપ્રિલ 2021થી રિલીઝ થઈ હતી. હવે આ કાર્ટૂન સિરીઝના 55 એપિસોડ અલગ અલગ સીઝનમાં નેટફ્લિક્સ પર 24 ફેબ્રુઆરી 2022થી સ્ટ્રીમ થશે. પહેલીવાર બન્યુ છે કે કોઈ ટીવી સિરિયલ રનિંગમાં હોય ત્યારે જ તેના પરથી કાર્ટૂન સિરીઝ બની હોય અને એ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થઈ હોય.
 
ડાયલોગ્સ માટે વોઈસ-આર્ટિસ્ટની મદદ 
 
એનિમેશનની દુનિયા અલગ છે. એની ટીમ પણ અલગ હોય. સિરિયલમાં દર્શાવેલા કેરેક્ટર્સની ઓળખાણ જળવાઈ રહે એ રીતે કાર્ટૂન કેરેક્ટર બનાવવાનાં. એના ડાયલોગ્સ માટે વોઈસ-આર્ટિસ્ટની મદદ લેવી પડે. આ એનિમેટેડ સિરીઝમાં સંખ્યાબંધ વોઈસ-આર્ટિસ્ટનો ઉપયોગ થયો છે. સિરિયલમાં ચંપક ચાચાનું પાત્ર ભજવતા અમિત ભટ્ટે પોતાના કેરેક્ટર માટે પોતાનો અવાજ આપ્યો છે. આ એનિમેટેડ સિરીઝના ડાયરેક્ટર છે સંતોષ નારાયણ પેડનેકર. એપિસોડ રાઈટર સંજય શર્મા છે અને સંચિત ચૌધરીએ મ્યુઝિક આપ્યું છે.

સિરિયલના નિર્માતા આસિતકુમારનુ સપનુ 
 
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના નિર્માતા આસિતકુમાર મોદીએ જણાવ્યું હતું કે મારી ઈચ્છા છે કે આ સિરિયલને યુનિવર્સલ બનાવવી છે. દરેક સ્વરૂપમાં લોકો એને માણી શકે એવું મારું સપનું છે. મેં ત્રણ વર્ષ પહેલાં વિચાર્યું હતું કે ટીવી સિરિયલની એનિમેટેડ સિરીઝ બનાવવી. નાનાં બાળકોને સમજાય, જોવાની મજા પડે એવા એપિસોડ્સ બનાવવા. એટલે બાળકોને ધ્યાનમાં રાખીને તેમને સમજાય એવી સ્ટોરીઓ લખાઈ. સોની યેય પર આ કાર્ટૂન સિરીઝ ચાલી રહી છે. હવે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. સમયની અનુકૂળતા મુજબ, આગળ નવું નવું પીરસતા રહીશું.