ઓલંપિક ચેમ્પિયન પણ બનાવે છે ભારતીય સેના, સૂબેદાર નીરજ ચોપડા છે તેની મિસાલ, જાણો સ્વર્ણિમ સફળતાની સ્ટોરી
ટોક્યો ઓલંપિક 2020માં 87.58 મીટર ભાલા ફેંકીને નીરજ ચોપડાએ ઈતિહાસ રચી દીધો. નીરજે ભારતનું એથલેટિક્સમાં ઓલંપિકમાં પદક જીતવાનુ સપનુ છેલ્લા 10 વર્ષથી પણ વધુ સમયની રાહ જોયા પછી આજે પુર્ણ કર્યુ. અભિનવ બિંદ્રા પછી ઓલંપિકમાં વ્યક્તિગત સુવર્ણ પદક જીતનારા બીજા ભારતીય બની ગયા છે. નીરજની આ ઉપલબ્ધિ પર ભારતીય સેના પણ ખુશ છે, કારણ કે તેની આ સફળતામાં સેનાનો પણ મોટો હાથ છે. તે સેનાની રાજપૂતાના રેજીમેંટ (Rajputana Regiment) માં સૂબેદાર છે.
નીરજ ચોપરાનો જન્મ 24 ડિસેમ્બર 1997ના હરિયાણાના પાનીપતના એક નાનકડા ગામ ખંડારના ખેડૂત પરિવારમાં થયો હતો. તેમના પિતા ખેતી કરે છે. મા સરોજદેવી એક ગૃહિણી છે. નીરજે પોતાના વજનને ઓછુ કરવા માટે ભાલા ફેંકવા શરૂ કર્યા અને આ તેમની પસંદગીની રમત બની ગઈ. તેઓ એક ઈતિહાસ બનાવવા માંગતા હતા.
પોલેંડમાં વિશ્વ અંડર-20 ચેમ્પિયનશિપમાં તેમણે 86.48 મીટરના થ્રો સાથે એક નવો જૂનિયર વિશ્વ રેકોર્ડ બનાવ્યો. તેમને અહી પોતાની રમતની પ્રતિભા પ્રદર્શિત કરી. તેમણે ભુવનેશ્વરમાં 85.23 મીટરના થ્રો સાથે એશિયાઈ ચેમ્પિયનશીપ 2017 જીતી.
નીરજે જર્મનીના મહાન મિસ્ટર ઉવે હૉનના હેઠળ ટ્રેનિંગ શરૂ કરી અને કૉમનવેલ્થ ગેમ્સ 2018માં 86.47 મીટરના થ્રો સાથે સુવર્ણ પદક જીત્યો અને ડાયમંડ લીગ 2018ના દોહા લેગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 87.43 મીટર સુધી ભાલો ફેંકો.
15 મે 2016 માં નીરજને નાયબ સૂબેદારના પદ પર જૂનિયર કમિશંડ ઓફિસરના રૂપમાં પસંદ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ભારતીય આર્મી ખેલાડીને જવાન અથવા નોન-કમિશન્ડ ઓફિસરના પદ પર ભરતી કરે છે, પરંતુ નીરજની કાબેલિયતને જોતા તેમને સીધા જ નાયબ સુબેદારના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભારતીય સેનામાં જોડાયા પછી નીરજને મિશન ઓલિમ્પિક વિંગ અને આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ પુણેમાં ટ્રેનિંગ માટે પસંદ કરવામાં આવ્યા હતા. મિશન ઓલિમ્પિક વિંગ, વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રાપ્ત કરવા માટે 5 મિશન ઓલિમ્પિક નોડ્સમાં 11 પસંદગીના વિષયોમાં કુલીન ખેલાડીઓની ઓળખ કરવા અને ટ્રેનિંગ કરવા માટે ભારતીય સેનાની મુખ્ય પહેલ છે.
મિશન ઓલંપિક વિંગે રાષ્ટ્રને નિશાનેબાજીમાં 2 ઓલંપિક રજત પદક આપ્યા છે અને અન્ય માટે પ્રતિબદ્ધ છે. સૂબેદાર નીરજ ચોપડાનુ પદક મિશન ઓલંપિક વિંગની કડી મહેનત અને પ્રયાસોનુ ફળ છે. નીરજ ચોપડાને રમતમાં ઉત્કૃષ્ટતા માટે 2018માં અર્જુન પુરસ્કાર અને 2020માં વીએસએમથી સન્માનિત કરવામાં આવ્યા.
નીરજે ઓલંપિકમાં એક સાચા સૈનિકની જેમ પ્રદર્શન કર્યુ. ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે અને બળના બધા રૈંકોએ પણ ચોપડાને તેમની એતિહાસિક ઉપલબ્ધિ માટે શુભેચ્છા આપી.