બુધવાર, 5 નવેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. ગુજરાતી સુવિચાર
Written By
Last Modified: બુધવાર, 5 નવેમ્બર 2025 (16:05 IST)

18+ Gujarati Suvichar On Life - જીવન પર ગુજરાતી સુવિચાર

suvichar
1. કદર કરતા શીખી લો 
   ન તો  જીદગી પરત આવે છે 
   કે ન તો જીવનમાં આવેલા લોકો 
   ઘણીવાર તબિયત દવા લેવાથી નહી 
  ખબર પૂછવાથી પણ ઠીક થઈ જાય છે 
 
2. જીવન આપણને શીખવે છે કે 
   જો શાંતિ જોઈતી હોય તો બીજાની 
   ફરિયાદ કરવા કરતા સારુ છે કે 
   ખુદને બદલી નાખીએ કારણ કે 
   આખી દુનિયામાં કારપેટ પાથરવાને 
   બદલે પોતાના પગમાં ચપ્પલ 
   પહેરી લેવી વધુ સરળ છે. 
 
3. અહંકાર અને સંસ્કારમાં ફરક છે 
   અહંકાર બીજાને નમાવીને ખુશ થાય છે 
   અને સંસ્કાર ખુદ નમીને ખુશ થાય છે 
 
 
4. દિલ અને નસીબનુ ક્યારેય બનતુ નથી 
   કારણ કે જે દિલમાં હોય છે તે નસીબમાં નથી હોતુ 
 
5. આટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલતી 
   જેટલી જલ્દી માણસની નજર અને દાનત બદલાય જાય છે