ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: શનિવાર, 24 એપ્રિલ 2021 (07:45 IST)

સફળતાનો મંત્ર - આળસને છોડીને આગળ વધો, નહી તો મુસીબતમાં પડશો

સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરવાની હોય છે. જે વ્યક્તિ મહેનત કરે છે તેને ક્યારેક ને ક્યારેક સફળતા જરૂર મળે છે. આળસ કરનારા વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળ નથી થઈ શકતા. સફળતા મેળવવા માટે આળસને છોડીને સતત મહેનત કરતા રહેવુ જોઈએ. અમે તમને એક પ્રેરણાદાયક સ્ટોરીના માધ્યમથી સમજાવીએ છીએ કે આળસને ત્યાગવી કેમ  જરૂરી છે. 
 
એક ગરુડને બે બાળકો હતા. બંને બાળકો મોટા થયા હતા, પરંતુ કેવી રીતે ઉડવુ તે શીખી નહોતા રહ્યા. દરરોજ તેમના પિતા તેમને પીઠ પર બેસાડીને  જંગલમાં લઈ જતા જ્યાં બંને બચ્ચા દાણા ચણતા રહેતા  સાંજે તેમના પિતા બંનેને ઘરે પાછા લઈ જતા. 
 
 રોજ  પિતા આ રીતે બાળકોને લઈ જતા અને ઘરે લાવતા. હવે ગરૂડના બાળકોએ પણ વિચાર્યુ કે આપણે ઉડવાની શુ જરૂર છે. અમારા પિતા દરરોજ અમને જંગલમાં લઈ જાય છે અને ઘરે પાછા લાવે છે. અમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. આ રીતે બંને બાળકો આળસુ બની ગયા. આ બંને બાળકો મહેનત કરવા માંગતા ન હતા.
 
જ્યારે તેમના પિતાને આ વાતની જાણ થઈ ત્યારે તેમના પિતાએ તેમની આળસને દૂર કરવાની યોજના બનાવી. બીજે દિવસે પિતા બંનેને પોતાની પીઠ પર બેસાડીને આકાશમાં ઉડાન ભરી. ઉંચાઇ પર પહોંચ્યા પછી, પિતાએ અચાનક બંનેને પોતાની પીઠ પરથી પાડી નાખ્યા. જ્યારે બંને બચ્ચા મુસીબતમાં ફસાયા તો બંનેયે પોતાની પાંખો ફફડાવવી શરૂ કરી અને આકાશમાં ઉડવા લાગ્યા. ઘરે પહોચીને જ્યારે બાળકોએ આ વાત પોતાની માતાને બતાવી તો માતાએ કહ્યુ જે બાળકો મહેનત નથી કરતા અને આળસ કરે છે તેમને આ જ રીતે સમજાવવુ પડે છે. એ દિવસથી બંને બાળકોએ જીવનમં ક્યારેય પણ આળસ ન કરી 
 
સીખ - આળસ કરવાથી તમે મુસીબતમા ફસાઈ શકો છો. તેથી સખત મહેનત કરો અને આળસનો ત્યાગ કરો. જીવનમાં મહેનત કર્યા વગર કશુ મળતુ નથી.