સ્વામી વિવેકાનંદનો ઉપદેશ : સ્વામી વિવેકાનંદે આપ્યો સફળતાનો મૂળ મંત્ર, અપનાવી લેશો તો સુધરી જશે જીવન
ભારતના આધ્યાત્મિક ગુરૂ સ્વામી વિવેકાનંદની જયંતી 12 જાન્યુઆરીના રોજ હોય છે. આ દિવસે દર વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવાય છે. સ્વામી વિવેકાનંદે યુવાનોને સાચી રીતે માર્ગદર્શન આપવા માટે કેટલાક સફળતાના મંત્રો આપ્યા હતા, જે આજે પણ આપણા જીવનમાં લાગૂ કરીને સફળતા તરફ આગળ વધી શકાય છે. સ્વામી વિવેકાનંદના વિચારો, તેમના અણમોલ વચન આજે પણ યુવાનોને પ્રોત્સાહન આપે છે. વર્ષ 1893 માં, સ્વામી વિવેકાનંદે શિકાગો, યુએસએમાં વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે વિશ્વને હિન્દુત્વ અને આધ્યાત્મિકતાના પાઠ ભણાવ્યા. તેમણે હિન્દીમાં ભાષણની શરૂઆત 'અમેરિકાના ભાઈઓ અને બહેનો' કહીને કરી હતી. તેમના ભાષણ પછી ત્યાં હાજર દરેક લોકો એટલા પ્રભાવિત થયા કે લગભગ બે મિનિટ સુધી હોલ તાળીઓના ગડગડાટથી ગુંજતો રહ્યો.
12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં જન્મેલા વિવેકાનંદ અભ્યાસની સાથે શાસ્ત્રીય સંગીત, સાહિત્ય અને રમતગમતમાં પણ નિપુણ હતા. તેમ છતાં, 25 વર્ષની વયે, તેમણે સંન્યાસ લઈ લીધો લીધોઅને પોતાના કાર્યો દ્વારા દરેક યુવા માટે પ્રેરણા બની ગયા. સ્વામી વિવેકાનંદે જીવનના મહત્વપૂર્ણ સૂત્રો વિશે બતાવ્યું કે જેને અપનાવવાથી જીવનની પરેશાનીઓનો અંત આસાનીથી કરી શકાય છે અને સફળતા પ્રાપ્ત કરી શકાય છે. ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલ સફળતાના મંત્રો વિશે...
સ્વામી વિવેકાનંદના સફળતાના મંત્રો
- એક સમયે એક જ કામ કરો અને આવુમ કરતી વખતે પોતાની આખી આત્મા તેમા નાખી દો અને બાકી બધુ ભૂલી જાવ
- સૌથી મોટો ધર્મ છે પોતાના સ્વભાવ પ્રત્યે સાચા રહેવુ. ખુદ પર વિશ્વસ કરો.
- બ્રહ્માંડની તમામ શક્તિઓ પહેલાથી જ આપણી છે. આપણે આપણી આંખો બંધ કરીએ છીએ અને પછી રડીએ છીએ કે કેટલું અંધારું છે.
- ઊઠો, જાગો અને ત્યા સુધી ન રોકાશો જયા સુધી ધ્યેય પ્રાપ્ત ન કરી લો.
- એક વિચારને તમારું જીવન બનાવો. તેના વિશે વિચારો, તેના વિશે સ્વપ્ન જુઓ, તે વિચારને જીવો. તમારા મન, મસ્તિષ્કને અને તમારા શરીરના દરેક અંગને એ વિચારમાં ડૂબી જવા દો. આજ સફળ થવાની સાચી રીત છે.