સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated : બુધવાર, 3 જાન્યુઆરી 2024 (11:17 IST)

સાવિત્રીબાઈ ફુલે - ભારતની પહેલી મહિલા શિક્ષક, જેઓ જ્યારે શાળાએ જતા ત્યારે લોકો તેમની પર છાણ અને પત્થર ફેંકતા

savitri phoole
19મી સદીમાં સ્ત્રીઓના અધિકારો, અશિક્ષા, છૂત-અછૂત, સતીપ્રથા, બાળ કે  વિધવા વિવાહ જેવી કુરીતિયો પર અવાજ ઉઠાવનારી દેશની પ્રથમ મહિલા શિક્ષિકાને જાણો છો ? આ હતી મહારાષ્ટ્રમાં જન્મેલી સાવિત્રી બાઈ ફુલે જેમણે પોતાના પતિ દલિત ચિંતક સમાજ સુધારક જ્યોતિ રાવ ફુલે પાસે ભણીને સામાજીક ચેતના ફેલાવી. તેમણે અંધવિશ્વાસ અને રૂઢિવાદીના કુરિવાજો તોડવા માટે લાંબો સંઘર્ષ કર્યો. આવો જાણીએ સાવિત્રીબાઈ ફુલેના જીવન વિશે કે તેમણે કંઈ રીતે સંઘર્ષ કરીને મંઝીલ મેળવી. 
 
સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ જાન્યુઆરી 1831 માં મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં આવેલા નાયગાંવ નામના નાના ગામમાં થયો હતો. માત્ર 9 વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન પૂનાના રહેવાસી જ્યોતિબા ફૂલે સાથે થયા. લગ્ન સમયે સાવિત્રીબાઈ ફુલે સંપૂર્ણ રીતે અભણ હતા, બીજી બાજુ તેમના પતિએ ત્રીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. તે યુગમાં જ્યારે તે ભણવાનું સપનું જોતી હતી ત્યારે દલિતો સાથે ઘણો ભેદભાવ હતો. તે સમયની એક ઘટના અનુસારએક દિવસ સાવિત્રી એક અંગ્રેજી પુસ્તકના પાના પલટી રહી હતી ત્યારે તેમના પિતાએ તેમને જોઈ લીધી, તેઓ દોડીને આવ્યા અને તેમના હાથમાંથી ચોપડી છીનવીને તેને ઘરની બહાર ફેંકી દીધી. આની પાછળનું કારણ એ બતાવ્યુ કે શિક્ષણનો અધિકાર માત્ર ઉચ્ચ જાતિના પુરુષોને જ છે, દલિતો અને મહિલાઓએ  શિક્ષણ મેળવવું એ પાપ હતું.  બસ એ જ દિવસે તેઓ એ  પુસ્તક પાછું લાવ્યા અને પ્રતિજ્ઞા લીધી કે કશુ પણ થઈ જાય તે એક દિવસ જરૂર ભણશે. 
 
એ જ લગન હતી કે તેમણે એક દિવસ જાતે ભણીને પોતાના પતિ જ્યોતિબા રાવ ફૂલે સાથે મળીને  છોકરીઓ માટે 18 શાળાઓ ખોલી. ઉલ્લેખનીય છે કે વર્ષ 1848 માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પ્રથમ કન્યા શાળાની સ્થાપના કરી હતી. બીજી બાજુ અઢારમી શાળા પણ પુણેમાં ખોલવામાં આવી હતી. તેમણે  28 જાન્યુઆરી, 1853 ના રોજ ગર્ભવતી બળાત્કાર પીડિતાઓ માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી.
 
શાળાએ જવા  માટે નીકળી તો ખાધા પત્થર 
 
એવુ કહેવાય છે કે જ્યારે સાવિત્રીબાઈ ફૂલે શાળાએ જતા ત્યારે લોકો પથ્થર ફેંકતા હતા. તેમના પર છાણ પણ ફેંકતા હતા. સાવિત્રીબાઈએ તે જમાનામાં છોકરીઓ માટે શાળા ખોલી જ્યારે છોકરીઓને ભણાવવી-ગણાવવી યોગ્ય નહોતુ કહેવાતુ.  સાવિત્રીબાઈ ફુલે કવિયત્રી પણ હતા. તેમને  મરાઠીની આદિકાવીયાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. 
 
કુરિવાજો સામે અવાજ ઉઠાવ્યો
 
સાવિત્રીબાઈએ 19મી સદીમાં અસ્પૃશ્યતા, સતી, બાળલગ્ન અને વિધવા વિવાહ પ્રતિબંધ જેવા દુષણો સામે તેમના પતિ સાથે મળીને  કામ કર્યું હતું. સાવિત્રીબાઈએ આત્મહત્યા કરવા જઈ રહેલી એક વિધવા બ્રાહ્મણ સ્ત્રી કાશીબાઈની પોતાના ઘરમાં ડિલીવરી કરાવી અને તેના બાળક યશવંતને પોતાના દત્તક પુત્ર તરીકે લીધો. દત્તક પુત્ર યશવંત રાવનો ઉછેર કરીને તેમને ડોક્ટર બનાવ્યા.
 
બ્રાહ્મણવાદી ગ્રંથોને ફેંકવાની વાત કરતી હતી
 
સાવિત્રીબાઈ ફુલેના પતિ જ્યોતિરાવ ફુલેનું અવસાન 1890માં  થયું, ત્યારે સાવિત્રીબાઈએ તેમના અધૂરા કામો પૂર્ણ કરવાનું પ્રણ લીધું. ત્યારબાદ પછી 10 માર્ચ, 1897 ના રોજ પ્લેગના દર્દીઓની દેખરેખ કરવા દરમિયાન સાવિત્રીબાઈનું અવસાન થયું. તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગો, ખાસ કરીને મહિલાઓ અને દલિતોના અધિકારો માટે સંઘર્ષમાં પસાર થયું હતું. તેમની એક ખૂબ જ પ્રખ્યાત કવિતા છે જેમાં તે દરેકને વાંચવા અને લખવા માટે પ્રેરિત કરીને જાતિ તોડવાની અને બ્રાહ્મણવાદી ગ્રંથો ફેંકી દેવાની વાત કરે છે.
 
તેમની શિક્ષણ પર લખેલી મરાઠી કવિતાનુ ગુજરાતી અનુવાદ વાંચો 
 
જાવ જઈને વાંચો લખો, બનો આત્મનિર્ભર બનો મહેનતી
કામ કરો-જ્ઞાન અને ધન એકત્ર કરો 
જ્ઞાન વગર બધુ ખોવાય જાય છે, જ્ઞાન વગર આપણે જાનવર બની જઈએ છીએ 
તેથી, ખાલી ન બેસો, જાવ જઈને અભ્યાસ કરો 
દલિત અને ત્યજી દેવાયેલા લોકોના દુ:ખનો અંત લાવો, તમારી પાસે શીખવાની સુવર્ણ તક છે