ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (12:16 IST)

પાનના 10 અચૂક ટોટકા

હિન્દુ માન્યતા મુજબ કોઈ પણ કાર્ય પહેલા કે પૂજા પાઠના સમયે નાગરવેલના પાનથી ભગવાનને નમન કરાય છે. સ્કંદ પુરાણ મુજબ દેવતાઓ દ્વારા સમુદ્ર મંથનના સમયે પાનના પાંદડાના પ્રયોગ કર્યા હતો.  આ કારણે જ પૂજામાં નાગરવેલના પાનનો  ઉપયોગ ખાસ મહત્વનો છે. 
પાનનું દાન કરવાનું ખૂબ મહત્વ છે, પણ રાત્રે પાન, એના આગળનો ભાગ, એમની નાડી તંતુ , ચૂના અને કત્થો ખાવાથી પાપ લાગે છે અને માણસને દરિદ્રતા ભોગવી પડે છે. આવો આજે અમે તમને નાગરવેલના પાનના એવા થોડા ઉપાય જણાવીશુ જેને અજમાવીને તમે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકો છો. 

 
પાનનો બીડુ- મંગળવારે , શનિવાર હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને સારી રીતે બનેલું બીડુ અર્પિત કરાય  તો બધી મનોકામના પૂર્ણ થાય છે. બીડુ  અર્પિત કરવાના અર્થ છે કે હનુમાનજી તમારું બીડુ ઉઠાવશે. 
 
હનુમાન જયંતીના દિવસે હનુમાનજીને એક ખાસ પાન ચઢાવો. આ દિવસે તેલ , બેસન અને અડદના લોટથી બનેલી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેલ અને ઘીના દીપક પ્રગટાવો અને વિધિવત પૂજન કરી  મિઠાઈ વગેરેના ભોગ લગાડો .એ પછી 27 પાનના પાંદડા અને ગુલકંદ , વરિયાળી અને મુખ સુદ્ધિની વસ્તુઓ લઈને એમનો બીડુ બનાવીને હનુમાનજીને અર્પિત કરો. 
આ પાનમાં માત્ર આ પાંચ વસ્તુઓ નાખો- કત્થો , ગુલકંદ , વરિયાળી , કોપરા અને ગુલાબ કતરી. પાન બનાવતા સમયે ધ્યાન રાખો કે એમાં ચૂનો અને સોપારી ન હોય. સાથે આ તંબાકૂના હાથથી ન બનાવવુ જોઈએ. 
 
હનુમાનજીના વિધિ-વિધાનથી પૂજન કર્યા બાદ આ પાન હનુમાનજીને અર્પણ કરો અને સાથે જ પ્રાથના કરતા કહો " હે "હનુમાનજી" હું આપને આ મીઠુ રસ ભરેલું પાન અર્પણ કરું છું " આ મીઠા પાનની જેમ  તમે મારા જીવન પણ મિઠાસથી ભરી દો. હનુમાનજીની કૃપાથી થોડા જ દિવસોમાં તમારી દરેક સમસ્યા દૂર થશે. 
પાનના દાન : તાંબૂલ એટલે કે પાન હોય છે. પાનના દાન કરવાથી માણ્સ પાપોથી મુક્ત થઈ જાય છે , જ્યારે પાન ખાવું પાપ હોય છે.  એ પાપ પાન દાન કરવાથી નષ્ટ થઈ જાય છે.
 
નજરદોષ : - પાન નકારાત્મક ઉર્જાન એ દૂર કરે છે અને સકારાત્મક ઉર્જા વધારતા ગણાવ્યું છે આથી નજર લાગતા માણસને પાનમાં ગુલાબની સાત પાંખડી રાખી ખવડાવો. 

ભગવાન શિવને અર્પિત કરો ખાસ પાન - આ ખૂબ ઓછા લોકો જાણે છે કે ભગવાન શિવને પણ પાન અર્પિત કરાય છે .શ્રાવન માહમાં જો ભગવાન શિવને ખાસ પાન અર્પિત કરીએ તો દરેક મનોકામના પૂર્ણ હોય છે. 
આ ખાસ પાનમાં  કત્થો , ગુલકંદ , વરિયાળી , કોપરા અને સુમન કતરી , જ નાખી હોય છે. મહાદેવના પૂજન કરી નૈવૈદ્ય પછી એને આ પાન અર્પણ કરો. 
વેચાણ વધારવાના ઉપાય- જો તમને આવું લાગે છે કે કોઈ તાંત્રિક ક્રિયા કરીને તમારી દુકાન બાંધી છે તો તમે શનિવારે સવારે પાંચ પીપળના પાન અને 8 નાગરવેલના પાન આખું ડંડી વાળું પાન લઈને એને એક દોરામાં પીરોવીને દુકાનમાં પૂર્વની તરફ બાંધી દો. આવું ઓછામાં ઓછું પાંચ શનિવારે કરો. જૂના પાનને નદી કે કૂવામાં પ્રવાહિત કરી નાખો. આ ઉપાયથી તમારું વેચાણ વધશે. 
સિદ્ધ પાન સોપારી- સવારે સ્નાન કરી ઘરના દેવાલય કે શ્રીગણેશ મંદિરમાં જઈને  મૂર્તિ સામે એક પાન પર સિંદૂરમાં ઘી મિક્સ કરી કે કંકુથી રંગી ચોખાથી સ્વાસ્તિક બનાવો. હવે એના પર લાલ દોરામાં કે સોપારી લપેટીને રાખો. આ શ્રીગણેશ સ્વરૂપ ગણાય છે. આ સોપારીની પૂજા સારી રીતે કરશો તો મંગળ થશે. 
રોકાયેલા કામ શરૂ થશે- જો તમે રવિવારે એક પાન લઈને ઘરથે નિકળશો તો તમારા બધા રોકાયેલા કમા સંપન્ન થવા શરૂ થઈ જશે. 
લગ્ન માટે - હોનાર જીવનસાથીને તમારા પ્રત્યે આર્કષિત કરવા માટે પાનના મૂળને ઘસીને તિલક લગાડો. આવું કરવાથી લગ્ન માટે જોવા આવેલ લોકો મોહિત થઈ જશે અને તમારા લગ્ન પાકું થશે. 
 
હોળીના દિવસના ઉપાય - ઘરના દરેક સભ્યને હોળિકા દહનમાં દેશી ઘીમાં પલળેલી બે લવિંગ , એક બતાશા અને એક પાન જરૂર ચઢાવું જોઈએ. ત્યારબાદ હોળીની અગિયાર પરિક્રમા કરતા સૂકા નારિયળની આહુતિ આપવી જોઈએ. આથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને દરેક કષ્ટ દૂર થઈ જાય છે. 

પતિ પ્રેમ માટે - શુક્લ પક્ષના પ્રારંભમાં એક પાન લો. એના પર ચંદન અને કેસરના પાવડર મિક્સ કરી રાખો. પછી દુર્ગા માતાજીની સામે બેસીને દુર્ગા સ્તુતિમાંથી ચંડી સ્ત્રોતના પાઠ 43 દિવસ સુધી કરો. પાન રોજ નવા લેવું. રોજ પ્રયોગ કરેલ પાનને કોઈ જુદા સ્થાન પર રાખો. 43 દિવસ પછી એ પાનને જળમાં પ્રવાહિત કરી દો. 
ચંડી પાઠ કર્યા પછી ચંદન અને કેસરને પાનમાં રાખ્યા હતા , એનું તિલક તમારા માથા પર લગાવીને પતિ સામે જાઓ. આ ઉપાયથી પતિનો પ્રેમ  બના રહેશે. પણ આ ઉપાય કોઈ લાલ કિતાબના વિશેષજ્ઞ થી પૂછીને જ કરશો.