T20 World Cup 2024: T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પહેલીવાર થઈ રહ્યા છે આ બે કામ
T20 World Cup 2024: ક્રિકેટનો મહાકુંભ ટી20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થઈ રહ્યો છે. આ માટે ફેંસ ખૂબ જ ઉત્સાહિત છે. ટી20 વર્લ્ડ કપનાં અત્યાર સુધી 8 એડિશન રમાઈ ચૂક્યા છે અને આ 9મી એડિશન રહેશે. અમેરિકા, યુગાન્ડા અને કેનેડાની ટીમો પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે. આ વખતે ટી-20 વર્લ્ડ કપમાં બે વસ્તુઓ થઈ રહી છે, જે પહેલા ક્યારેય થઈ નથી. આવો જાણીએ તેના વિશે.
1. પહેલીવાર 20 ટીમો લઈ રહી છે ભાગ
ટી20 વર્લ્ડ કપ 2024માં 20 ટીમો ભાગ લઈ રહી છે. ટી20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે 20 ટીમો ભાગ લઈ રહી છે. 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. આ પછી સુપર-8 રાઉન્ડ થશે. સુપર-8માં બે ગ્રુપ રહેશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલ માટે ક્વોલિફાય થશે.
2. પહેલીવાર બે ટીમો મળીને કરશે ટી20 વર્લ્ડ કપની યજમાની
અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ એસોસિએશન સંયુક્ત રીતે ટી20 વર્લ્ડ કપ 2024ની યજમાની કરશે. આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે બે ક્રિકેટ બોર્ડ સંયુક્ત રીતે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરશે. અત્યાર સુધી, ટી20 વર્લ્ડ કપની 8 આવૃત્તિઓ થઈ ચુકી છે અને દરેક વખતે તેનું આયોજન એક જ બોર્ડ દ્વારા કરવામાં આવ્યું છે. અમેરિકા હજુ સુધી ICCનું પૂર્ણ સમયનું સભ્ય નથી અને સહયોગી સભ્ય છે. ટી20 વર્લ્ડ કપ 2024 નું યજમાન બનીને ટી20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું છે. અમેરિકા પ્રથમ વખત ટી20 વર્લ્ડ કપના એડિશનમાં ભાગ લેશે.