ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By

ક્રિસમસ સ્પેશ્યક્લ : સ્વીટ સ્કોન્સ

સામગ્રી : 200 ગ્રામ મેંદો, એક ચમકી બેકિંગ પાવડર, 1 ઈંડું, પ્રમાણસર ખાંડ, દૂધ, તળવા માટે ઘી, થોડા કાપેલા કાજુ અને કિશમિશ.

બનાવવાની રીત : સ્વીટ સ્કોન્સ બનાવવા માટે સૌપ્રથમ મેંદાને ચારણીથી ચાળી લો. હવે તેમાં બેકિંગ પાવડર અને ખાંડ ભેળવો. બાદમાં ઈંડું ફોડી તેને મેંદામાં બરાબર મિક્સ કરી લો. તૈયાર થયેલા મેંદાના મિશ્રણનો દૂઘની મદદથી લોટ બાંધી દો. બાદમાં બિસ્કિટના આકારમાં તેના નાના-નાના સ્કોન્સ બનાવી લો. જ્યારે બધા સ્કોન્સ બની જાય ત્યારે ફ્રાય પેનમાં ઘી ગરમ કરી ધીમી આંચે તેને તળી લો. તળેલા સ્કોન્સ ઠંડા થતાં જ તેને એર ટાઇટ ડબ્બામાં ભરી લો. ક્રિસમસના પર્વ પર બનાવવામાં આવેલું આ વ્યંજન ઘરે આવેલા મહેમાનોને બહુ ભાવશે.