સુરતના બે ખેલાડીઓએ યોગાસનની રાષ્ટ્રીય કક્ષાએ બ્રોંઝ મેડલ પ્રાપ્ત કરી ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ માટે પસંદગી પામ્યા
નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા મહારાષ્ટ્રના સંગમનેરમાં તા.૨૬ થી 30 ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ત્રીજી સબ-જૂનિયર અને જૂનિયર રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. જે ફેડરેશન મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ અને સ્પોર્ટ્સ, ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે જોડાયને કામ કરે છે.
આ ચેમ્પિયનશીપમાં ૨૯ રાજ્યોના કુલ ૮૦૦ થી વધારે સ્પર્ધકો એ ભાગ લીધો હતો. જેમાં ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસીએશન તરફથી ૩૦ સ્પર્ધકોએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
જેમાં સમિક્ષા માધવસિંઘ પટેલ અને આરના અંકિતભાઈ ગાંધીએ આર્ટિસ્ટિક યોગાસન પૈર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને રાજય તથા સુરતનો ગૌરવ વધાર્યું હતું. સાથે સાથે ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ માટે પસંદગી પામ્યા છે. તેઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ ખેલો ઇન્ડિયા ઈવેન્ટમાં કરશે.