સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. ટોક્યો ઓલમ્પિક 2020
Written By
Last Updated : સોમવાર, 19 જુલાઈ 2021 (16:15 IST)

ટોક્યો ઓલમ્પિક્સમાં ભાગ લેનાર ખેલાડીઓ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંવાદ સાધ્યો

જાપાનના ટોક્યો શહેરમાં 23 મી માર્ચ થી 8 ઓગસ્ટ સુધી ઓલમ્પિક્સનું આયોજન થનાર છે.  દેશના 100 થી વધુ એથલિટ્સ ટોક્યો ઓલમ્પિક્સમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. 
ટોક્યો ઓલમ્પિક્સ અને પેરા ઓલમ્પિક્સમાં ગુજરાતની પણ 6 દિકરીઓ પસંદગી પામી છે. જેઓ રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ ટોક્યો ઓલમ્પિક્સમાં કરશે.
આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટોક્યો ઓલમ્પિક્સમાં પસંદગી પામેલ ખેલાડીઓ સાથે સંવાદ સાધ્યો હતો. ઓલમ્પિક્સની વિવિધ રમતોમાંથી 15 ખેલાડીઓ સાથે વડાપ્રધાનશ્રીએ વાર્તાલાપ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ સંવાદમાં ગુજરાતની દિકરીઓ પણ જોડાઇ હતી. 
અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારની શુટિંગ સ્પર્ધા સાથે જોડાયેલ એલાવેનિલ વેલારિવન સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંવાદ સાધ્યો હતો. વડપ્રધાનશ્રી સાથેના સંવાદમાં એલાએ કહ્યુ કે, બાળપણથી જ વિવિધ રમતોમાં તેની રૂચિ હતી પરંતુ શુંટિગ સાથે વધારે લાગણીઓ જોડાઇ અને રસ વધતા તેણે શુટિંગ માં જ પોતાની કારકિર્દી બનાવવાનો નિશ્ચય કર્યો. 
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને મણિનગર વિધાનસભાના ધારાસભ્ય હતા ત્યારે ખોખરામાં સ્પોર્ટસ એકેડમી શરૂ કરી હતી તે સમયગાળામાં એલા પ્રેક્ટિસ માટે ત્યાં આવતી હતી તે સંસ્મરણો વડાપ્રધાનશ્રીએ વાગોડ્યા હતા.સંસ્કારધામમાં શુટિંગ પ્રેક્ટિસ ની શરૂઆત કરી હતી. 
એલાએ તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતા , ગુજરાત કૉલેજ અને ગુજરાત યુનિવર્સિટિના મળેલ સહકાર ને આપ્યો હતો. અમદાવાદ શહેરના સંસ્કારધામની સ્પોર્ટસ એકેડમી થી એલા ના માતા-પિતા જોડાયા હતા.
અમદાવાદ શહેરની સ્વીમર માના પટેલ બેંગલોર ખાતેથી વડાપ્રધાન શ્રી સાથેના સંવાદમાં જોડાઇ હતી. 
વડાપ્રધાનશ્રીના શબ્દોએ તમામ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એ પણ ઓલમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહેલા તમામ ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.