બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 3 ફેબ્રુઆરી 2022 (18:43 IST)

Laureus Sports Award 2022: નીરજ ચોપડાની વધુ એક ઉપલબ્ધિ, આ એવોર્ડ માટે થયા નોમિનેટ, આ દિગ્ગજો સાથે ટક્કર

Gold Medalist Neeraj Chopra: જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાને ટોકિયો ઓલંપિક 2020માં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. રમતના મહાકુંભમાં સુવર્ણ પદક જીતનારા તે ભારતના પહેલા એથલીટ છે. તેમણે પોતાના આ પ્રદર્શનના દમ પર એક વધુ ઉપલબ્ધિ મેળવી છે. નીરજ ચોપડાનુ નામ વર્ષનાસૌથી મોટા રમત એવોર્ડ લૉરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ (Laureus World Sports Awards)ને માટે નોમિનેટ કરવામાં આવ્યુ છે. નીરજ ચોપડાની ટક્કર એમ્મા રાડ્રકાનુ, ડેનિયલ મેદવેદેવ, પેડ્રિ, યુલિમાર રોજાસ, એરિયન ટિટમસ સાથે થશે. 
 
નીરજ ચોપડાના નોમિનેશનની માહિતી ભારતીય રમત વિભાગે ટ્વીટ કરીને આપી. આ એવોર્ડ માટે નોમિનેટ થનારા નીરજ ચોપડા ભારતના ત્રીજા ખેલાડી છે. પહેલા મહાન બેટ્સમેન સચિન તેંદુલકરને આ પહેલા આ સમ્માન માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. બીજી બાજુ વર્ષ 2009માં રેસલર વિનેશ ફોગાટને પણ નોમિનેશન મળ્યુ હતુ. 

ઉલ્લેખનીય છે  કે લૌરેસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ દર વર્ષે આપવામાં આવતો એવોર્ડ છે. તે એવા ખેલાડીઓ અને ટીમોને આપવામાં આવે છે જેમણે અસાધારણ રીતે સારું પ્રદર્શન કરીને સિદ્ધિઓ મેળવી છે. આ પુરસ્કારની સ્થાપના 1999 માં ડેમલર અને રિચેમોન્ટ દ્વારા કરવામાં આવી હતી, જે લૌરિયસ સ્પોર્ટ ફોર ગુડ ફાઉન્ડેશનના સ્થાપક હતા