રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : રવિવાર, 25 જુલાઈ 2021 (15:27 IST)

મેરી કોમની જીત સાથે શરૂઆત - Mary Kom એ માર્યું મેદાન, જીતથી કર્યો ધમાકેદાર આગાઝ

મેરીકોમના શક્તિશાળી મુક્કાએ 6 વખતની વર્લ્ડ ચેમ્પિયનને ધૂળ ચાટતી કરી, જીતથી કર્યો ધમાકેદાર આગાઝ. મેરીકોમે 48-51 ફ્લાઇટવેઇટ ઇવેન્ટમાં ડોમિનિકન રિપબ્લિકની મિગુલિના હર્નાન્ડેઝ ગાર્સિયાને 3-2થી હરાવી. એશિયાની સર્વશ્રેષ્ઠ બોક્સર મેરી કોમ ભારતને ઑલિમ્પિક્સ 2020માં ગોલ્ડ મેડલ અપાવે તેવી ઉમ્મીદો છે. 
 
આ સાથે મેરી કોમના પંચે ટોક્યોની રિંગમાં ભારત માટે મેડલની આશા પણ ઉભી કરી દીધી છે. મેરી કોમે મહિલાઓનાં 51 કિલો વજનના વર્ગમાં રાઉન્ડ ઓફ 32નો મુકાબલો 4-1થી જીત્યો છે.
 
પહેલા રાઉન્ડમાં મેરી કોમને 30 પોઈન્ટ મળ્યા હતા જ્યારે ગારસિયાને 27 પોઈન્ટ મળ્યા હતા, બીજા રાઉન્ડમાં મેરી કોમને 28 પોઈન્ટ મળ્યા હતા જ્યારે આ રાઉન્ડમાં ગારસિયા 29 પોઈન્ટ સાથે મેરી કોમથી આગળ થઈ ગઈ હતી. ત્રીજા રાઉન્ડમાં મેરી કોમને 29 પોઈન્ટ મળ્યા હતા અને ગારસિયાને 28 પોઈન્ટ મળ્યા હતા. ચોથા રાઉન્ડમાં મેરી કોમને 30 પોઈન્ટ મળ્યા હતા અને ગારસિયાને 27 પોઈન્ટ મળ્યા હતા અને છેલ્લા પાંચમા રાઉન્ડમાં મેરી કોમને 29 પોઈન્ટ મળ્યા હતા અને ગારસિયાને 28 પોઈન્ટ મળ્યા હતા.