ત્રણ વખતના ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા હોકી ખેલાડી બલબીરસિંહનું અવસાન
છેલ્લાં બે અઠવાડિયાથી વિવિધ બિમારીઓ સામે ઝઝૂમી રહેલા ત્રણ વખતના ઓલમ્પિક ગોલ્ડ મેડલ મેળવનારા બલબીરસિંહ સિનિયરનું સોમવારે અવસાન થયું હતું. 95 વર્ષીય બલબીરના પરિવારમાં પુત્રી સુશબીર અને ત્રણ પુત્રો કંવલબીર, કરણબીર અને ગુરબીર છે.
મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલના ડિરેક્ટર અભિજિતસિંહે પ્રેસ ટ્રસ્ટને જણાવ્યું કે,"સવારે 6.30 વાગ્યે તેમનું અવસાન થયું. ”બલબીર સિનિયરને 8 મેના રોજ ત્યાં દાખલ કરવામાં આવ્યા હતા. તે 18 મેથી બેભાન અવસ્થામાં હતા અને તેના મગજમાં લોહી જામી ગયુ હતુ. તેમને ફેફસામાં ન્યુમોનિયા અને હાઈ ફીવર પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બાદમાં તેમના પૌત્રી કબીરે એક સંદેશમાં કહ્યું, "નાનાજીનું સવારે અવસાન થયું." છેલ્લા બે વર્ષમાં તેમને ચોથી વખત હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા. ગયા વર્ષે જાન્યુઆરીમાં તેમને ફેફસામાં ન્યુમોનિયાને કારણે ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નીધરલેન્ડ્સ સામે તેમના પાંચ ગોલનો રેકોર્ડ આજે પણ કાયમ છે. સિનિયર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા પસંદ કરાયેલા આધુનિક ઓલિમ્પિક ઇતિહાસના 16 મહાન ઓલંપિયનોમાં સામેલ હતા. હેલસિંકી ઓલિમ્પિક ફાઇનલ્સમાં નીધરલેન્ડ્સ સામે તેમનો પાંચ ગોલનો રેકોર્ડ આજે પણ કાયમ છે. . તેમને 1957માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.