“Meet our little SONshine.”
— Babita Phogat (@BabitaPhogat) January 11, 2021
“Believe in dreams; they do come true. Ours came dressed in blue!”
#mother #love #care pic.twitter.com/66CE8b43tx
આ આખું લગ્ન પ્લાસ્ટિક વગર આયોજીત થયું. બબીતાના લગ્નમાં આઠ ફેરા થયા હતા. ઉલ્લેખનીય છે કે બબીતાએ દેશ માટે ઘણા આંતરરાષ્ટ્રીય મેડલ જીત્યા છે. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા, જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં તે કાંસ્ય પદક પણ જીતી ચૂકી છે. તેમને દેશનો પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ પણ મળ્યો છે.
રાજકારણમાં પણ બબીતાએ પણ પોતાનો હાથ અજમાવ્યો, જોકે તે અહીં સફળ ન થઈ. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લડી પણ હારી ગઈ હતી. બબીતા ફોગાટ દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા પિતા મહાબીર ફોગાટની પુત્રી અને આંતરરાષ્ટ્રીય રેસલર ગીતા ફોગાટની બહેન છે. આ બંને પર બોલિવૂડમાં 'દંગલ' ફિલ્મ પણ બની ચુકી છે.