સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (16:18 IST)

AUS OPEN 2018: રોજર ફેડરરે જીત્યો કેરિયરનો 20મો ગ્રૈંડ સ્લેમ ખિતાબ

સ્વિસ ટેનિસ સ્ટાર રોજર ફેડરરે મારિંન સિલિચને પાંચ સેટ્સ સુધી ચાલેલ મેરાથાન હરીફાઈમાં 6-2, 6-7, 6-3, 3-6, 6-1 થી હરાવીને પોતાના કેરિયરનો 20મો ગ્રેંડ સ્લેમ ખિતાબ જીત્યો. આ સાથે જ તેણે સર્બિયાના નોવાક જોકોવિચ અને ઓસ્ટ્રેલિયાના રૉય એમરસનના 6-6 વાર ઓસ્ટ્રેલિયન ઓપન જીતવાના રેકોર્ડની બરાબરી કરી. રોજર ફેડરરની આ 30મી ગ્રેંડ સ્લેમ ફાઈનલ હતી. 
 
સ્વિટરઝરલેંડના 36 વર્ષીય ખેલાડી રોજર ફેડરર અને ક્રોએશિયાના 29 વર્ષીય ખેલાડી મારિન સિલિચ અત્યાર સુધી થયેલ કુલ 10 મુકાબલામાં એક બીજા સામે ટક્કર થઈ છે જેમાથી 9 હરીફાઈમાં ફેડરરે જીત નોંધાવી છે. જ્યારે કે ફક્ત એક મેચમાં મારિન સિલિચને જીત મળી છે.  સિલિચે વર્ષ 2014ના અમેરિકન ઓપનમાં ફેડરરને હરાવ્યો હતો. 
 
સૌથી વધુ ગ્રેંડ સ્લેમ જીતનારા 5 ખેલાડી  
 
રોજર ફેડરર (સ્વિટરલેંડ) - 20 ગ્રૈંડ સ્લેમ 
રાફેલ નડાલ (સ્પેન) - 15 ગ્રૈંડ સ્લેમ
પીટ સંપ્રાસ (અમેરિકા) - 14 ગ્રૈંડ સ્લેમ
રૉય ઈમરસન (ઓસ્ટ્રેલિયા) - 12 ગ્રૈડ સ્લેમ 
નોવાક જોકોવિચ (સર્વિયા) - 12 ગ્રૈંડ સ્લેમ
 
સૌથી વધુ ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારા ખેલાડી 
 
રોજર ફેડરર (સ્વિટરલેંડ) - 6 વખત 
રૉય ઈમરસન (ઓસ્ટ્રેલિયા) - - 6 વખત 
નોવાક જોકોવિચ (સર્વિયા) -  6 વખત 
જૈક ક્રોફોર્ડ (ઓસ્ટ્રેલિયા) - 4 વખત 
આંદ્રે અગાસી (અમેરિકા) - 4 વખત 
કેન રૉસવેલ (ઓસ્ટ્રેલિયા) - 4 વખત