શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. શીખ
  3. શીખ ધર્મ વિશે
Written By
Last Modified: બુધવાર, 20 જાન્યુઆરી 2021 (07:45 IST)

Guru Gobind Singh Jayanti 2021: આજે ગુરુ ગોવિંદસિંહ જયંતિ, વાંચો તેમના આ 5 પ્રેરણાદાયી વિચાર જેનાથી તમારો દૃષ્ટિકોણ બદલાઈ જશે

આજે એટલે કે 20 જાન્યુઆરી 2021 એ ગુરુ ગોવિંદસિંહ જયંતિ છે. ગુરુ ગોવિંદ સિંહ શીખોના 10 મા ગુરુ હતા. આ દિવસે શીખ સમુદાયના લોકો પૂજા-અર્ચના કરે છે. ગુરુ ગોવિંદસિંહના પિતાનું નામ ગુરુ તેગ બહાદુર અને માતાનું નામ ગુજરી હતું. તે તેમના એકમાત્ર પુત્ર હતા. શીખોના 10 મા ગુરુ ગોવિંદસિંહનો જન્મ  શ્રી પટના સાહિબમાં 22 ડિસેમ્બર 1666 માં થયો હતો. ગુરુ સાહેબનો જન્મ થયો ત્યારે તે સમયે ગુરુ તેગ બહાદુર સાહેબ બંગાળ અને આસામની યાત્રા પર હતા. જ્યારે પિતા પાછા ફર્યા ત્યારે  બાલ ગુરુ ગોવિંદ જી  દોડીને તેમને ગળે ભેટી પડ્યા.  બાળ ગૌબદ રાય 6 વર્ષના થયા ત્યાં સુધી પટના સાહિબ રહ્યા.  ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના 1699 માં કરી હતી.
 
ખાલસા પંથની સ્થાપના-
 
એવું કહેવામાં આવે છે કે એક દિવસ જ્યારે બધા લોકો એકઠા થયા, ગુરુ ગોવિંદસિંહે કંઈક એવી માંગ કરી કે ત્યા સન્નાટો છવાય ગયો.  સભામાં હાજર લોકો ગુરૂ ગોવિંદ સિંહનુ મસ્તક માગી લીધુ. ગુરુ ગોવિંદસિંહે કહ્યું કે તેમને માથુ જોઈએ.  જે પછી એક પછી એક પાંચ લોકો ઉભા થયા અને બોલ્યા કે માથુ હાજર છે. તો જેવા તંબૂની અંદર ગયા તો ત્યાથી લોહીનો પ્રવાહ વહેવા માંડ્યો. જેને જોઇને બાકીના લોકો બેચેન થઈ ગયા.
 
છેવટે જ્યારે ગુરુ ગોવિંદસિંહ એકલા તંબુની અંદર ગયા અને પાછા ફર્યા, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. નવા કપડાં, પાઘડી પહેરીને એ પાંચેય યુવકો તેમની સાથે હતા.ગુરુ ગોવિંદસિંહ તેમની પરીક્ષા લઈ રહ્યા હતા. ગુરુ ગોવિંદે 5 યુવાનોને તેમનો પંચ પ્યારા ગણાવ્યા અને જાહેરાત કરી કે હવેથી દરેક શીખ કડુ, કૃપાલ, કચ્છો, વાળ અને કાંસકો ધારણ કરશે. અહીંથી ખાલસા પંથની સ્થાપના થઈ. ખાલસાનો અર્થ શુદ્ધ થાય છે. 
 
ગુરૂ ગોવિંદના 5 પ્રેરણાદાયક વિચાર - 
 
વચન કર કે પાલના - જો તમે કોઈને વચન આપ્યુ છે તો તેને દરેક કિમંતે નિભાવવુ જોઈએ 
 
કોઈની નિંદા, ચાડી અતૈ ઈર્ખા નૈ કરના - કોઈની ચુગલી કે નિંદા કરવાથી આપણે બચવુ જોઈએ અને કોઈની ઈર્ષા કરવાને બદલે મહેનત કરવાથી ફાયદો થાય છે. 
 
કમ કરન વિચ દરીદાર નહી કરના - કામમાં ખૂબ મહેનત કરો અને કામને લઈને બેદરકારી ન રાખો. 
 
ગુરુબાની કંઠ કરની - ગુરૂબાનીને યાદ કરી લો 
 
દસવંડ દેના - તમારી કમાણીનો દસમો ભાગ દાનમાં આપી દો.