શ્રાવણમાં કરો આ ઉપાય, ઘરમાં થશે ખુશીઓનો વરસાદ
શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી આખું ભક્તિમય થઈ જાય છે. આ પવિત્ર મહિનામાં, સકારાત્મક શક્તિ ચારેબાજુ છવાય જાય છે. શ્રાવણ મહિનાને લગતા કેટલાક ઉપાયો પણ વાસ્તુમાં જણાવેલ છે. ચાલો તેમના વિશે જાણીએ.
- શ્રાવણ મહિના દરમિયાન દરરોજ ગાય કે બળદને લીલો ચારો ખવડાવો. ગરીબને ભોજન આપો. ઘરમાં ક્યારેય પણ ખોરાકની તંગી નહીં થાય.
- શ્રાવણ માસમાં ઘરે તુલસીની સ્થાપના કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ મહિનામાં ઘરે વિવિધ છોડ લગાવો. આવુ કરવાથી ઘરમાં આનંદ આવે છે. - શ્રાવણ મહિનામાં ઘરની પૂર્વ દિશામાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર લગાવો. તેનાથી ઘરમાંથી ક્લેશ દૂર થાય છે.
- આ મહિનામાં રુદ્રાક્ષ ધારણ કરો. તેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.
- શ્રાવણમાં ઉપવાસ કરવાની અથવા એક સમયે ભોજન લેવાની વિશેષ માન્યતા છે. આવુ કરવાથી પાપોનો નાશ થાય છે અને આધ્યાત્મમાં રસ વધે છે.
- ઘરના રસોડામાં ગંગાજળ લાવીને મુકો. ઘરના હોલમાં ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ મૂકો. તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર રહેશે. ડમરૂને બાળકોના રૂમમાં મુકો. આવુ કરવાથી બાળકોને કોઈ પ્રકારનો ભય રહેતો નથી.
- ચાંદી અથવા તાંબાની બનેલી નંદી તિજોરીમાં મૂકો. ઘરના મુખ્ય દરવાજા પર ચાંદી અથવા તાંબાનો સાપ મુકો . આ કરવાથી તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.