Shitala Satam- શીતળા સાતમ વ્રતની પૂજા વિધિ અને મહત્વ
વ્રતની વિધિ ( પવિત્ર શ્રાવણ માસની અંધારી સાતમે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. સ્ત્રીએ સૂર્યોદય પહેલા ઠંડાપાણીથી નાહી-ધોઇને પરવારી જવું જોઈએ. અને આખો દિવસ ઠંડુ જ ખાવાનું ખાવું જોઈએ. આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયન થાય છે. ત્યાર બાદ ઘીનો દિવો કરી શીતળામાતાની વાર્તા કહેવી અને સાંભળવી . આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પ્રાપ્ત કરે છે.
શીતલા સાતમનુ ફળ
- આ વ્રત કરવાથી પરીવારમાં જ્વર,પીત્ત, ફોડલીઓ, અને બધા જ નેત્ર રોગ, શીતળાની ફોડલીઓ કે તેના નિશાન અને શીતલાના તમાંમ રોગો દૂર થાય છે.
- આ વ્રતને કરવાથી શીતળામાતા સદૈવ પ્રસન્ન રહે છે.
શીતળામાતાનું સ્વરૂપ
શીતળામાતાના શ્લોકમાં શીતળામાતાનું સ્વરૂપ બતાવવામાં આવ્યુ છે. તે શીતળાના રોગી માટે અત્યંત હિતકારી છે.
અર્થાત - ગધેડાં પર બીરાજે છે. સૂંપડી, ઝાડૂ, અને લીમડાંના પાંદડા થી સજે છે અને હાથમાં ઠંડા પાણીનો કળશ રાખે છે.
શીતળાના રોગીએ શું ન કરવું જોઈએ.
- આ રોગ જે ઘરમાં ફેલાયેલો હોય ત્યાં અનાજની સફાઈ અને ઝાડુ ન લગાવવી જોઈએ.
-રોગીને ગરમ કપડાં અને ગરમ ખોરાકથી દૂર રાખવો જોઈએ.
-રોગીને તળેલા પદાર્થ ન આપવા જોઈએ.
- રોગીને મીઠું પણ ન આપવું જોઈએ.
શીતળાના રોગનો ઉપાય
- આ રોગમાં રોગીને બળતરા કરનારી ફોડલીઓ થઈ જાય છે. જેના કારણે તેને વસ્ત્રહિન રહેવું પડે છે. ગધેડાની લીદ(મળ)ની ગંધથી ફોડલીઓની પીડામાં રાહત મળે છે.
- સૂપડી અને ઝાડૂને રોગીના માથા પાસે મૂકવામાં આવે છે.
- લીમડાંના પાંદડા મૂકવાથી રોગીની ફોડલીઓ સડતી