ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : શુક્રવાર, 3 જુલાઈ 2020 (20:44 IST)

Jaya parvati Vrat- 3 જુલાઈ થી 8 જુલાઈ સુધી- જયા પાર્વતીમાં શું કરીએ

Jaya parvati vrat-
આ વ્રત અષાઢ  સુદ તેરશથી  અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. ગૌરી પાર્વતીનું વ્રત સળંગ ૨૦ વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ તે જુવાર ખાઈને, બીજાં પાંચ વર્ષ જવ ખાઈને, ત્રીજાં પાંચ વર્ષ ચોખા ખાઈને તથા છેલ્લા પાંચ વર્ષ મગ ખાઈને કરવાનું હોય છે. તેવા શાસ્ત્રોનો આદેશ છે. 
* વ્રત વાળા દિવસે જલ્દી ઉઠીને નહાઈ ધોઈ લો, એક દિવસ પહેલા ઘરની સફાઈ કરો. 
* માટી, સોના કે ચાંદીના બળદમાં શિવપાર્વતીની મૂર્તિ બનાવીને રાખો. તેને ઘર કે મંદિરમાં બિરાજિત કરો. 
* તેમને દૂધ, દહીં , પાણી, મધથી સ્નાન કરાવો. 
* કંકુ-હળદર લગાવો. નારિયેળ, પ્રસાદ, ફળ, ફૂલ ચઢાવો. 
* પાર્વતીજીની ઉપાસના કરો. 
* દરરોજ પાંચ દિવસ સુધી આવું કરો. પછી જ ભોજન ગ્રહણ કરવું 
* આખરે દિવસ જાગરણ કરો. 
* શિવ પાર્વતી અને એ જવના વાસણની જાગરણ પછી પૂજા કરી તેને કોઈ નદીમાં પ્રવાહિત કરી નાખો. 
* વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને જમાડવું. શકય હોય તો તે દંપતીને વસ્ત્ર તથા દક્ષિણા આપવા. 
 
જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે તે ઘર આનદ તથા ઉલ્લાસથી ભરાઈ જાય છે. આ વ્રતના છેલ્લાં દિવસે બહેનો જાગરણ કરે છે.
  
જયાપાર્વતી વ્રતમાં શું ખાવીએ 
આ વ્રતમાં કુંવારી કન્યાઓ કે સ્ત્રીઓ પાંચ દિવસ સુધી મોળો ખોરાક ખાઇને ભગવાન શિવજીની આરાધના કરે છે. આ પાંચ દિવસ બહેનોએ મીઠા વગરનું તથા ગળપણ વગરનું ભોજન લેવાનું હોય છે.સાથે સૂકો મેવો કે દૂધ લઈ શકાય છે.