ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Modified: શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (01:08 IST)

Pitru Paksha 2021 ક્યારથી શરૂ થશે પિતૃપક્ષ ? જાણો શ્રાદ્ધની તિથિ

ભાદરવા શુક્લ પક્ષની પૂર્ણિમાથી સોળ દિવસનું શ્રાદ્ધ શરૂ થાય છે, તેથી શ્રાદ્ધ 20 સપ્ટેમ્બરથી શરૂ થશે અને બુધવાર, 6 ઓક્ટોબર, આસો મહિનાની અમાસ પર સમાપ્ત થશે. શ્રાદ્ધને મહાલય અથવા પિતૃ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા પરથી આવ્યો છે, જેનો અર્થ પૂર્વજો માટે શ્રદ્ધાભાવ છે.
 
શ્રાદ્ધ દરમિયાન આપણે આપણા પૂર્વજોને જે દાન આપીએ છીએ તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, જેઓ મૃત્યુ પામ્યા છે તે બધા આ દિવસો દરમિયાન તેમના સૂક્ષ્મ સ્વરૂપ સાથે પૃથ્વી પર આવે છે અને તેમના પરિવારનુ  તર્પણ સ્વીકારે છે.
 
શ્રાદ્ધ વિશે, હરવંશ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યું કે જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તેને બંને લોકમાં સુખ મળે છે. શ્રાદ્ધથી પ્રસન્ન થઈને, પૂર્વજો જેમને ધર્મ જોઈએ છે તેમને ધર્મ, જેમને સંતાન જોઈએ છે તેમને સંતાન અને જેઓ કલ્યાણ ઈચ્છે છે તેમને કલ્યાણ જેવા ઈચ્છાનુસાર આશીર્વાદ આપે છે. 
 
પિતૃપક્ષ 20 સપ્ટેમ્બર 2021 થી શરૂ થઈ રહ્યો છે અને 6 ઓક્ટોબરે અમાવસ્યા તિથિ સાથે સમાપ્ત થશે.
 
શ્રાદ્ધ તારીખો
પ્રથમ શ્રાદ્ધ: પૂર્ણિમા  શ્રાદ્ધ: 20 સપ્ટેમ્બર 2021, સોમવાર
બીજું શ્રાદ્ધ: પ્રતિપદા શ્રાદ્ધ: 21 સપ્ટેમ્બર 2021, મંગળવાર
ત્રીજું શ્રાધ:  દ્વિતિયા  શ્રાદ્ધ : 22 સપ્ટેમ્બર 2021, બુધવાર
તૃતીયા શ્રાદ્ધ: 23 સપ્ટેમ્બર 2021, ગુરુવાર
ચતુર્થી  શ્રાદ્ધ: 24 સપ્ટેમ્બર 2021, શુક્રવાર
મહાભારણી શ્રાદ્ધ: 24 સપ્ટેમ્બર 2021, શુક્રવાર
પંચમી શ્રાદ્ધ: 25 સપ્ટેમ્બર 2021, શનિવાર
ષષ્ટિ શ્રાદ્ધ: 27 સપ્ટેમ્બર 2021, સોમવાર
સપ્તમી શ્રાદ્ધ: 28 સપ્ટેમ્બર 2021, મંગળવાર
અષ્ટમી શ્રાદ્ધ: 29 સપ્ટેમ્બર 2021, બુધવાર
નવમી શ્રાદ્ધ (માતૃનાવમી): 30 સપ્ટેમ્બર 2021, ગુરુવાર
દશમી શ્રાદ્ધ: 01 ઓક્ટોબર 2021, શુક્રવાર
એકાદશી શ્રાદ્ધ : 02 ઓક્ટોબર 2021, શનિવાર
દ્વાદશી શ્રાદ્ધ, સન્યાસી, યતિ, વૈષ્ણવોનું શ્રાધ: 03 ઓક્ટોબર 2021
ત્રયોદશી શ્રાદ્ધ: 04 ઓક્ટોબર 2021, રવિવાર
ચતુર્દશી શ્રાદ્ધ: 05 ઓક્ટોબર 2021, સોમવાર
અમાવસ્યા શ્રાદ્ધ, અજ્ઞાત તારીખ પિતુ શ્રાદ્ધ, 
સર્વ પિતુ અમાવસ્યા સમાપન - 06 ઓક્ટોબર 2021, મંગળવાર